Neet SS Exam Date

Medical exam neet rigging scam: NEET મેડિકલ પરીક્ષા કૌભાંડમાં દરેક સીટ પર લાખો રુપિયા વસુલાયા, CBIએ માસ્ટરમાઇન્ડની કરી ધરપકડ

Medical exam neet rigging scam: CBIના સૂત્રોનું કહેવું છે કે, મેડિકલની 1-1 સીટ 20 લાખ રૂપિયામાં વેચાઈ હતી

નવી દિલ્હી, 20 જુલાઇઃ Medical exam neet rigging scam: NEET મેડિકલ પરીક્ષામાં કૌભાંડ અંગે મોટો ખુલાસો થયો છે. CBIના સૂત્રોનું કહેવું છે કે, મેડિકલની 1-1 સીટ 20 લાખ રૂપિયામાં વેચાઈ હતી. આ છેતરપિંડી કરનાર રેકેટે આ રકમના બદલામાં મેડિકકલ સીટ ઓફર કરી હતી. આ રેકેટ 4 રાજ્યોમાં ફેલાયું હતું. સોમવારે CBIએ આ કેસમાં 8 લોકોની ધરપકડ કરી હતી.

તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક સીટની કિંમત રૂપિયા 20 લાખ છે. જેમાંથી 5 લાખ રૂપિયા તેના બહુરૂપિયા’ને આપવામાં આવે છે જે વિધાર્થીની જગ્યાએ પરીક્ષામાં બેસીને NEET (the National Eligibility cum Entrance Test)પ્રશ્નોપત્રને સોલ્વ કરે છે. બાકીની રકમ વચેટિયાઓ અને અન્યોમાં વહેંચવામાં આવી હતી.

આ પણ વાંચોઃ IT raid in 40 locations of chiripal group: ચિરિપાલ ગ્રુપ અને તેના સાથે સંકળાયેલા 40 જેટલા સ્થળોએ ITનો દરોડા- વાંચો શું છે મામલો?

CBIએ આ કેસમાં દિલ્હીથી NEET પ્રશ્નપત્ર સોલ્વ કરનારા 8માંથી 6 લોકોની ધરપકડ કરી છે. આ કેસના માસ્ટરમાઈન્ડ સુશીલ રંજનની સફરદજંગમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે પ્રશ્નપત્ર સોલ્વ કરનાર વ્યક્તિની  નિમણૂક કરતો હતો અને પેમેન્ટ મેળવતો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રેકેટ બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ સક્રિય છે. આ કેસમાં 11 લોકોના નામ સામે આવ્યા છે અને અન્યની શોધખોળ ચાલી રહી છે.

તપાસનો વ્યાપ વધારવા માટે CBI જ્યારે ઉમેદવારો સાથે વાત કરશે ત્યારે કોચિંગ સંસ્થાઓની ભૂમિકા પણ તપાસ હેઠળ આવશે. નોંધનીય છે કે, છેતરપિંડી રોકવા માટે, ‘NEET’ માટે સુરક્ષા તપાસ ખૂબ જ આકરી કરવામાં આવી છે. પરીક્ષા ખંડમાં પર્સ, હેન્ડબેગ, બેલ્ટ, કેપ, જ્વેલરી જેવી વસ્તુઓને મંજૂરી નથી.

આ પણ વાંચોઃ Monkeypox Risk:દેશમાં વધ્યો મંકીપોક્સનો ભય, દુનિયામાં અત્યાર સુધી આ વાયરસના 8 હજારથી વધુ કેસ નોંધાયા- ભારતમાં એલર્ટ જાહેર

Gujarati banner 01