Tablets

Medicines price will be expensive: મોંઘવારીનો વધુ એક ફટકો! એપ્રિલથી આ દવાઓના વધી જશે દામ; સરકારે આપી મંજૂરી

Medicines price will be expensive: પેરાસિટામોલ, એન્ટિબાયોટિક્સ, એન્ટિ-ઇન્ફેક્ટિવ, પેઇન કિલર સહિત કઈ દવાઓ 1 એપ્રિલથી થઇ જશે મોંઘી

અમદાવાદ, 28 માર્ચ: Medicines price will be expensive: જનતા પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહી છે અને હવે સરકાર તરફથી નિર્ણય આવ્યો છે કે એપ્રિલ મહિનાથી પેરાસિટામોલની સાથે-સાથે ઘણી જરૂરી દવાઓના ભાવ પણ વધવાના છે. એન્ટિબાયોટિક્સ, એન્ટિ-ઇન્ફેક્ટિવ, પેઇન કિલર, હૃદય રોગ માટેની દવાઓ આ દવાઓની યાદીમાં ટોચ પર છે.

ફાર્માસ્યુટિકલ કંપની હવે હોલ સેલમાં દવા મોંઘા ભાવે વેચશે. ‘હોલ સેલ ઇન્ડેક્સ’ ના વાર્ષિક દવા ખર્ચમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ સોમવારે જણાવ્યું હતું કે, વર્ષ 2022માં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં 12.12 ટકાનો વધારો થયો છે. હવે ફરી એકવાર વર્ષ 2023માં આ દવાઓની કિંમતમાં વધારો થવા જઈ રહ્યો છે. જે એપ્રિલ 2023થી લાગુ થશે.

શું હોય છે આવશ્યક દવાઓ?

તમે તેને સરળ શબ્દોમાં પણ સમજી શકો છો કે જે દવાઓનો ઉપયોગ દેશના મોટાભાગના લોકો કરે છે, તેને તમે આવશ્યક દવાઓ કહી શકો છો. વર્ષ 2022 માં, આવશ્યક દવાઓની સૂચિ અપડેટ કરવામાં આવી હતી. પેરાસિટામોલ ઉપરાંત 384 દવાઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે, સાથે જ 24 દવાઓને આ યાદીમાંથી હટાવી દેવામાં આવી છે. તે જ સમયે, ગેસ અને એસિડિટી માટેની કેટલીક દવાઓ પણ આ સૂચિમાંથી દૂર કરવામાં આવી હતી.

ક્યા આધારે દવાને આવશ્યક માનવામાં આવે છે

તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે, દવાઓને ત્યારે જ આ સૂચિમાં સામેલ કરવામાં આવે છે જ્યારે તે વધુ અસરકારક તેમજ સલામત હોય. અને તેને ખાધા પછી જ તમને રાહત મળી શકે. તેના આધારે તેને આવશ્યક દવાઓની નેશનલ લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. જાહેર માગ અને ઉત્પાદનના પુરવઠાના આધારે આ દવાઓનો પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ લિસ્ટમાં સામેલ છે આ દવા

મેરોપેનામ જેવી એન્ટિબાયોટિક્સ પણ આ યાદીમાં સામેલ છે. આ સિવાય નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી ઉમેરવામાં આવી છે, એટલે કે સિગારેટથી છુટકારો મેળવવા માટેની દવા હવે NLEMમાં સામેલ છે. જંતુઓને મારવા માટે Ivermectin પણ આ યાદીમાં સામેલ છે.

આ ઉપરાંત રોટાવાયરસની રસી પણ આ યાદીમાં છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જરૂરી દવાઓની સંપૂર્ણ યાદી બહાર પાડી છે. જેને તમે WHOની વેબસાઈટ પર ચેક કરી શકો છો.

આ પણ વાંચો: Aadhar-PAN Card Link last date: કેન્દ્ર સરકારની મોટી જાહેરાત; હવે આ તારીખ સુધી PAN અને આધાર કાર્ડને કરી શકાશે લિંક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો