All party meeting

Meeting with PM: જમ્મુ-કાશ્મીરના નેતાઓની સાથે વડાપ્રધાન મોદીની બેઠકમાં શું થયું અને કોણે શું કહ્યું? વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 25 જૂનઃMeeting with PM:  જમ્મુ-કાશ્મીરના નેતાઓની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક પૂરી થઈ હતી. બેઠકમાં આવેલા નેતાઓની સાથે પીએમ મોદીજીની તસવીરો સામે આવી રહી છે, જેમાં પ્રધાનમંત્રી બધા નેતાઓને મળી રહ્યા હતા. કાશ્મીરી નેતા પણ પીએમ મોદીને મળી ખુશ જોવા મળી રહ્યાં હતા. પીએમ મોદીની સાથે કાશ્મીરી નેતાઓની આવી તસવીરો જોઈને રાજનીતિક વિશ્લેષણ પોત-પોતાના તરફથી આશંકાઓ વ્યક્ત કરી છે.

આ બેઠક બાદ ન્યૂઝ એજન્સી ANI એ જણાવ્યુ કે બેઠક(Meeting with PM)માં પ્રધાનમંત્રી મોદીએ હાજર તમામ નેતાઓની સલાહ સાંભળી અને તેમના મત પણ જાણ્યા છે. પીએમ મોદીએ તે વાત પર ખુશી વ્યક્ત કરી કે બધા નેતાઓએ ઈમાનદારીથી પોતાનો પક્ષ રાખ્યો છે. આ બેઠકનો મુદ્દો તે રહ્યો કે કાશ્મીરના સારા ભવિષ્યની મજબૂત આધારશીલા રાખવામાં આવે. પીએમ મોદીએ બેઠકમાં આવેલા કાશમીર નેતાઓને કહ્યુ કે, તે દિલ્હી અને દિલનું અંતર ખતમ કરવા ઈચ્છે છે. 

છેલ્લા લગભગ બે વર્ષમાં પ્રથમવાર જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતૃત્વની સાથે વાર્તાનો હાથ આગળ વધારતા આજે જમ્મુ-કાશ્મીરના 14 નેતાઓની સાથે એક મહત્વની બેઠક(Meeting with PM) કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કર્યા બાદ આ પ્રથમ મોટી બેઠક હતી. 

જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે થયેલી બેઠક(Meeting with PM)માં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે વચનબદ્દ છે. દિલ્હીનું અંતર અને દિલનું અંતર ઓછુ થશે. પરિસીમનની પ્રક્રિયા બાદ ચૂંટણી થશે. 

Meeting with PM

બેઠક(Meeting with PM) બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યુ કે, આજે સારા માહોલમાં વાતચીત થી છે. બધાએ વિસ્તારથી પોતાની વાત રાખી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રીએ બધાની વાત સાંભળી છે. પીએમે કહ્યુ કે, ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.

બેઠક(Meeting with PM) પૂરી થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, બધા નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં વિકાસ કાર્યક્રમોની જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, સરકાર જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. 

પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક(Meeting with PM) પૂરી થયા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો 5 ઓગસ્ટ 2019 બાદ મુશ્કેલીમાં છે. તે ગુસ્સામાં છે, પરેશાન છે અને ભાવનાત્મક રૂપથી તૂટી ચુક્યા છે. તે અપમાનિત અનુભવી રહ્યાં છે. મેં પીએમને કહ્યુ કે, જે રીતે આર્ટિકલ 370ને ગેરબંધારણીય, ગેરકાયદેસર અને અનૈતિક રૂપથી રદ્દ કરવામાં આવ્યો, તેને જમ્મુ-કાશ્મીરના લોકો સ્વીકારતા નથી. 

તેમણે આગળ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકો બંધારણિય, લોકતાંત્રિક, શાંતિપૂર્ણ રીતે સંઘર્ષ કરશે. મહિનાઓ થાય કે વર્ષો અમે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ની વાપસી કરીશું કારણ કે આ અમારી ઓળખનો મામલો છે. આ અમને પાકિસ્તાનથી નથી મળ્યું, પરંતુ અમારા દેશે અમને આપ્યું, જેએલ નેહરૂ અને સરદાર પટેલે આપ્યું. 

મહેબૂબાએ આગળ કહ્યું કે, મેં તેમને શુભેચ્છા આપી કે તેમણે પાકિસ્તાન સાથે વાત કરી અને તેનાથી યુદ્ધવિરામ થયું અને ઘુષણખોરી ઓછી થી. જમ્મુ-કાશ્મીરની શાંતિ માટે જો તમણે પાકિસ્તાન સાથે બીજીવાર વાત કરવી છે તો કરવી જોઈએ. તેમણે પાકિસ્તાનની સાથે વેપારને લઈને પણ વાતચીત કરવી જોઈએ, કારણ કે બંને દેશો વચ્ચે વેપાર બંધ છે, આ ઘણા લોકો માટે રોજગારનો સ્ત્રોત છે. 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કાશ્મીર પર આશરે 14 નેતાઓની સાથે પ્રધાનમંત્રીની બેઠક ત્રણ કલાક ચાલી હતી. આ બેઠકની શરૂઆતમાં સંસદીય કાર્ય મંત્રીએ આર્ટિકલ 370 હટ્યા બાદ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ. 

આ પણ વાંચોઃ Big news: CM રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયોની જાહેરાતઃ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો યથાવત – વાંચો વિગત