ministry of civil aviation: દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી આવતા મુસાફરો માટે બદલાયા નિયમો, આ છે કારણ

ministry of civil aviation

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરીઃ દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી આવેલા કોરોનાના નવા વેરિયેન્ટથી ચેપગ્રસ્ત દર્દીઓ ભારતમાં મળી આવ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે(ministry of civil aviation) વિદેશથી આવતા લોકો માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (SOP) 23 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યાથી અમલમાં આવશે. બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા દેશોમાંથી આવતા મુસાફરો સાથે વિશેષ તકેદારી રાખવામાં આવશે અને તેઓનો એરપોર્ટ પર જ કોરોના ટેસ્ટ કરાશે.

મંત્રાલય(ministry of civil aviation)નાં ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે, “પ્રવાસીઓ પર ધ્યાન આપો!” SARS-CoV-2  ના મ્યૂટેન્ટની આયાતનું જોખમ ઘટાડવા માટે ભારતમાં આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેની ગાઇડ લાઇન્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કે જે 2 ઓગસ્ટ 2020 થી અમલમાં હતી. નવી SOP 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યાથી લાગુ થશે. ”

સુધારેલ SOPમાં ભાગ A અને ભાગ Bનો સમાવેશ થાય છે. પ્રથમ તે બધા વિદેશી મુસાફરો માટે છે જે બ્રિટન, યુરોપ અને મધ્ય પૂર્વ સિવાયના અન્ય દેશોથી ભારત આવે છે. ભાગનાં નિયમો તે મુસાફરો માટે છે કે જેઓ આ દેશોમાંથી આવતા હોય અથવા આ દેશોમાં આવતા હોય.

Whatsapp Join Banner Guj

મંગળવારે જ સરકારે કહ્યું હતું કે દેશમાં બ્રિટન પછી દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના કોરોનાનાં નવા સ્ટ્રેન પણ મળી આવ્યા છે. ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 187 લોકોમાં બ્રિટનનો, 4 લોકોમાં દક્ષિણ આફ્રિકાનો અને એકમાં બ્રાઝિલનો કોરોનાનાં નવો સ્ટ્રેન હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો…

રાહુલને જાણકારી વિના બોલવુ પડ્યુ ભારે, કહ્યુ-માછીમારો માટે મંત્રાલય બનાવવું જોઇએ, પણ આ મંત્રાલય મોદી સરકાર 2019માં બનાવી ચુકી છેઃ મત્સ્ય, પશુપાલન મંત્રી (Fisheries Minister)