central university in ladakh

Modi Cabinet Decision: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, વિશ્વકર્મા સ્કીમ અને PM ઈ-બસ સેવાને સહિત આ પ્રોજેક્ટને આપી મંજૂરી…

Modi Cabinet Decision: દેશભરમાં લગભગ 10,000 નવી ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

નવી દિલ્હી, 16 ઓગસ્ટઃ Modi Cabinet Decision: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠક બાદ કેન્દ્રીય કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પીએમ ઈ-બસ સેવાને મંજૂરી આપવામાં આવી છે. આના પર 57,613 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

દેશભરમાં લગભગ 10,000 નવી ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે. 57,613 કરોડ રૂપિયામાંથી 20,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. મોદીનો આ નિર્ણય સરકાર એવા સમયે આવી છે જ્યારે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં શહેરોને આવરી લઈને સામાન્ય લોકોને રાહત આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પીએમ ઈ-બસ સેવા મંજૂર

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, આ યોજનામાં 3 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર 10,000 ઈ-બસ સાથે સિટી બસની કામગીરી કરવામાં આવશે.

આ યોજના 10 વર્ષ સુધી બસ સંચાલનને સમર્થન આપશે. તે જ સમયે, કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કારીગરો માટે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. કેબિનેટે 13,000 કરોડ રૂપિયાની વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી છે.

55 હજાર લોકોને રોજગારી મળી શકશે

સરકારના આ નિર્ણય હેઠળ દેશના અલગ-અલગ ભાગોમાં ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. આ ઇલેક્ટ્રિક બસો પર્યાવરણને અનુકૂળ હશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે દેશના 169 શહેરોમાંથી 100 શહેરોને આ માટે પસંદ કરવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ચેલેન્જ મેથડ દ્વારા શહેરોની પસંદગી કરવામાં આવશે. હિલ સ્ટેશન, કેન્દ્રશાસિત પ્રદેશો પણ તેના દાયરામાં આવશે. આના દ્વારા 55 હજારને સીધી રોજગારી મળવાની સંભાવના છે.

વિશ્વકર્મા યોજના પણ મંજૂર

તેમણે કહ્યું કે, આ સાથે કારીગરોને 5 ટકાના દરે 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. વિશ્વકર્મા યોજનાથી 30 લાખ કારીગર પરિવારોને ફાયદો થશે. આ સિવાય કેબિનેટે 14,903 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ડિજીલોકર હાલમાં ફક્ત નાગરિકો માટે જ ઉપલબ્ધ છે અને હવે તેના 40 કરોડથી વધુ ગ્રાહકો છે. ટૂંક સમયમાં MSMEs માટે DigiLockerનું નવું એક્સ્ટેંશન લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે ભારતીય રેલવેના સાત મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે.

રેલવેને લગતા 7 પ્રોજેક્ટને પણ મંજૂરી

આ સાથે રેલવે સંબંધિત 7 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ નવી રેલ્વે લાઈનો નાખવા અને રેલલાઈન અપગ્રેડેશન સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ લગભગ રૂ. 20,000 કરોડના ખર્ચે પૂર્ણ થશે. આ રૂ. 4,195 કરોડના ખર્ચે સમગ્ર ભારતમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસની તૈયારીઓનો એક ભાગ છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમૃત ભારત સ્ટેશન યોજનાને અનુરૂપ છે.

આ પણ વાંચો… Guidelines for Ganesh Chaturthi: ગણેશ સ્થાપનાને લઈ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો