modi cabinet

Modi cabinet expansion names: મોદી સરકારની કેબિનેટના વિસ્તરણનું આવી ગયું લિસ્ટ, આ 43 નેતાઓ આજે બનશે મંત્રી- વાંચો સંપૂર્ણ વિગત

Modi cabinet expansion names: દેશમાં મોદી સરકારની ફેરબદલીનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે. મંત્રીમંડળમાં મોટા ફેરફાર વચ્ચે 43 ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ

નવી દિલ્હી, 07 જુલાઇઃModi cabinet expansion names: મોદી સરકારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. દેશમાં મોદી સરકારની ફેરબદલીનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે. મંત્રીમંડળમાં મોટા ફેરફાર વચ્ચે 43 ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે. જેમાં ગુજરાતમાંથી 3 પ્રતિનિધીને મોદી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના લોકોને સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને પણ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે ગુજરાતના પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા રિપીટ થશે. આમ મોદી મંત્રીમંડળમાં ગુજરાતના 5 નેતાઓ પ્રતિનિધિત્વ કરશે

મોદી સરકારમાં જૂના જોગી ગણાતા ડો. હર્ષવર્ધન, બાબુલ સપ્રિયો, રમેશ પોખરીયાલ નિશંક, રાવસાહેબ દાનવે પાટીલ, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતનલાલ કટારીયા અને પ્રતાપ સાંરગીએ રાજીનામું આપ્યું છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળ(Modi cabinet expansion names)ને લઈને કવાયત તેજ થઇ છે. ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ છે. જેમા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે સુરતના સાંસદ દર્શના જરદોષ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને મંત્રી મંડળમાં સ્થાન મળવાનું છે. આ ઉપરાંત પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને માંડવિયાને પ્રમોશન મળ્યુ છે.

નોંધનીય છે કે, કેન્દ્રીય કેબિનેટમાં આજે થનારા ફેરફાર અગાઉ અમુક મંત્રીઓને કેબિનેટમાંથી બહાર કરવામા આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને તેમના ખરાબ સ્વાસ્થ્યને કારણે કેબિનેટમાંથી પડતા મૂકવામા આવ્યા છે. રમેશ પોખરિયાલ ઉપરાંત સંતોષ ગંગવાર, દેબોશ્રી ચૌધરી અને સદાનંદ ગૌડાને કેબિનેટમાંથી બહાર કરવામા આવ્યા છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી રહેલા થાવરચંદ ગેહલોતને રાજ્યપાલ બનાવતા તેમણે પણ રાજીનામું આપ્યું હતું.

કેબિનેટ વિસ્તરણ અગાઉ રાજ્યમંત્રી સંજય ધોતરેએ પણ રાજીનામું આપ્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને પણ રાજીનામું આપ્યું હતું. દેબોશ્રી ચૌધરીના સ્થાને બંગાળના નવા ચેહરાને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. કર્ણાટકમાં ભાજપમાં આંતરિક ધમાસાણ વચ્ચે સદાનંદ ગૌડાની કેબિનેટમાંથી બાદબાકી કરવામા આવી છે. જ્યારે બરેલીથી લોકસભા સાંસદને પણ કેબિનેટની બહાર કરાયા હોવાનું સામે આવ્યું છે. જોકે ઉત્તર પ્રદેશમાં ઘણા નવા ચેહરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

મોદી પ્રધાનમંડળનું વિસ્તરણ

  • ૪૩ પ્રધાનોની શપથ વિધી
  • ૩૩ નવા ચહેરા સામેલ
  • વર્તમાન ૧૧ પ્રધાનોની થઇ બાદબાકી
  • સાત પ્રધાનોને મળ્યું પ્રમોશન
  • ૪ પૂર્વ મુખ્યપ્રધાન અને ૧૮ પૂર્વ રાજ્ય મંત્રી
  • ૩૯ પૂર્વ ધારાસભ્ય
  • ૨૩ સાંસદ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીત્યા
  • નવી કેબિનેટની સરેરાશ ઉંમર ૫૮ વર્ષ
  • ૪૬ પ્રધાનોને કેન્દ્ર સરકાર સાથે કામ કરવાનો અનુભવ
  • ૧૩ વકીલ, ૬ ડોક્ટર અને પાંચ એન્જિનિયર
  • સાત પૂર્વ સિવિલ સર્વેન્ટ
  • ૪૩ પ્રધાનોમાંથી ૩૧ હાઇલી એજ્યુકેટેડ
  • નવી ટીમની સરેરાશ વય ૫૮ વર્ષ
  • ૧૪ પ્રધાનોની ઉંમર ૫૦ વર્ષથી આેછી
  • નવી ટીમમાં ૧૧ મહિલા સામેલ
  • બે મહિલાઆેને કેબિનેટ મંત્રીનો દરજ્જો

વડાપ્રધાન નરેન્દ્રમોદી સાંજે 6 વાગ્યે કેબિનેટ વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. જેમાં કુલ 43 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. મોટાભાગે કેબિનેટનું સ્વરૂપ નક્કી કરી લેવાયું છે. હકીકતમાં મોદીનું ફોકસ યુવા ટીમ સાથે કોરોના મહામારી અને એને લીધે ખરાબ થયેલી અર્થવ્યવસ્થાનું મેનેજમેન્ટ સુધારવા પર છે. જોકે આગામી વર્ષે 5 રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમુક રાજકીય સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. કેબિનેટમાં ફેરફાર થયા પછી મોદીની સૌથી યુવા અને ટેલન્ટેડ ટીમ બનશે. આ કેબિનેટ વિસ્તરણની બ્લૂ પ્રિન્ટનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Dilip kumar darshan: દિલીપ કુમારના અંતિમ દર્શનાર્થે પહોંચ્યા આ સ્ટાર્સ, રાજકીય સન્માન સાથે થશે એક્ટરની વિદાય- જુઓ ફોટોઝ