CM child help money covid

Lost their parents during covid 19:કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને સહાય આપવા અંગે CM રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત

Lost their parents during covid 19: પ્રતિ બાળક દીઠ 4 હજારની માસિક સહાય રાજ્ય સરકાર આપશે. બાળક જ્યારથી અનાથ થયું હશે ત્યારથી સહાયનો લાભ લાગુ પડશે

ગાંધીનગર, 07 જુલાઇઃ Lost their parents during covid 19: કોરોના કાળમાં માતાપિતાની છત્રછાયા ગુમાનારા બાળકોને જુલાઈ માસથી સહાય પ્રાપ્ત થશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે બાળકોને સહાય વિતરણ કરશે. 776થી વધુ બાળકોની નોંધણી થઈ છે. ત્યારે બાળકોના એકાઉન્ટ અથવા તો ગાર્ડિયનના એકાઉન્ટમાં સહાયની રકમ જમા કરવામાં આવશે.

પ્રતિ બાળક દીઠ 4 હજારની માસિક સહાય રાજ્ય સરકાર આપશે. બાળક જ્યારથી અનાથ થયું હશે ત્યારથી સહાયનો લાભ લાગુ પડશે. બાળકોને સહાયનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.

CM child help money

ગાંધીનગર જિલ્લામાં કોરોનામાં 175 બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે. આ બાળકોમાંથી કોઈએ માતા તો કોઈએ પિતાને ગુમાવ્યા છે. પિતાનું અવસાન થયું હોય તેવા 139 બાળકો છે. માતાનું અવસાન થયું હોય એવા 25 બાળકો છે. ત્યારે માતા અને પિતા બંને ગુમાવ્યા હોય તેવા અનાથ બાળકોની સંખ્યા 12 છે.

નોંધનીય છે કે, ગાંધીનગર ખાતે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન થયું છે. જેમાં વરસાદ ખેંચાયો તેમજ સિંચાઈ મુદ્દે ચર્ચા થશે. આ સિવાય રાજ્ય સરકારના પ્રધાનો જિલ્લા પ્રવાસનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપશે. જિલ્લા અને મનપા વિસ્તારમાં વિકાસના કામો મુદ્દે પણ ચર્ચા થશે. ગ્રામીણ રોજગારી મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Modi cabinet expansion names: મોદી સરકારની કેબિનેટના વિસ્તરણનું આવી ગયું લિસ્ટ, આ 43 નેતાઓ આજે બનશે મંત્રી