Modi Will Release The Leopards In Kuno

Modi Will Release The Leopards In Kuno: PM મોદીએ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા, PMએ કરી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી

Modi Will Release The Leopards In Kuno: કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાને ક્વોરન્ટીન વાડામાં છોડ્યા

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બરઃ Modi Will Release The Leopards In Kuno: ભારતની 70 વર્ષની રાહ સમાપ્ત થઈ છે. વડાપ્રધાન મોદીએ આજે તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. નામીબિયાના આઠ ચિત્તાએ ભારતની ધરતી પર પગલાં માંડ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાને ક્વોરન્ટીન વાડામાં છોડ્યા હતા.

અહીં વડાપ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરાંમાં ચિત્તાઓ હતા. પીએમએ લિવર દ્વારા બોક્સ ખોલ્યું હતુ અને ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. આ ચિત્તાઓને નામીબિયાથી ભારત લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Mission Million Trees: PM મોદીના જન્મ દિવસ નિમિત્તે AMC દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ

ચિત્તા પિંજરામાંથી બહાર આવતાં જ અજાણ્યા પાર્કમાં થોડા ભયભીત પણ જણાઈ રહ્યા હતા. પિંજરામાંથી બહાર આવતાં જ એમણે અહીં-તહીં નજર ફેરવી અને દોડવા લાગ્યા હતા. ચિત્તાઓના ચહેરા પર લાંબી યાત્રાનો થાક સ્પષ્ટ દેખાતો હતો.

ચિત્તા બહાર આવતાં જ મોદીએ તાળી પાડીને તેમનું સ્વાગત કર્યું હતું. મોદીએ કેટલાક ફોટા પણ ક્લિક કર્યા હતા. મોદી 500 મીટર ચાલીને સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હતા. તેમણે ચિત્તા મિત્ર ટીમના સભ્યો સાથે પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ જન્મદિવસ પણ છે.

આ પણ વાંચોઃ Mega Blood Donation: PMના જન્મદિવસે મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો થયો પ્રારંભ

Gujarati banner 01