5 March Russia Ukraine War

Ukraine-russia war update: રશિયન સૈનિકો હવે ત્રાસી ગયા છે, ઘરે પાછા ફરવાની તકો શોધી રહ્યા

Ukraine-russia war update: યૂક્રેનના જુસ્સાની સામે રશિયન ટુકડીઓનું મનોબળ તૂટવા લાગ્યું, સૈનિકો હવે યુદ્ધ નહીં પરંતુ સ્વદેશ પરત ફરવા માગે છે

નવી દિલ્હી, ૨૦ માર્ચ: Ukraine-russia war update: રશિયન સેનાના કમાન્ડર એવા સૈનિકોને જેલમાં ધકેલી રહ્યા છે જેઓ યુદ્ધમાં જોડાવાનો ઇનકાર કરે છે. આ વાતનો ખુલાસો ઓડિયો રેકોર્ડિંગમાં થયો છે. સૈનિકે તેની માતાને કહ્યું કે તેનો કમાન્ડર તેને પાછો નહીં મોકલે. તેમણે દાવો કર્યો હતો કે જે લોકો યુદ્ધમાં જોડાવાનો ઇનકાર કરે છે તેમને 8 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા, યૂક્રેનમાં પકડાયેલા રશિયન સૈનિકોએ ખુલાસો કર્યો હતો કે પુતિને એક ‘ડેથ સ્ક્વોડ’ બનાવી છે જે યુદ્ધમાં ભાગ લેવાનો ઇનકાર કરનારા ભાગેડુ સૈનિકોને મારી નાખે છે.

Ukraine-russia war update: અજાણ્યા સૈનિકે તેની માતાને ફોન પર કહ્યું કે તેની ટુકડી હવે લડવા માટે યોગ્ય નથી, કારણ કે યૂક્રેનિયન સેનાએ તેમના તમામ શસ્ત્રો અને સાધનોનો નાશ કરી દીધો છે. હવે જો તેમના પર હુમલો થશે તો તેમને મારી નાખવામાં આવશે. ઓડિયો દર્શાવે છે કે સૈનિકના પરિવારના સભ્યો તેના સુરક્ષિત ઘરે પરત ફરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને રશિયન સેનાને વિનંતી કરી રહ્યા છે. તે જ સમયે, યુએસ સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનનો અંદાજ છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 7000 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 14000 થી 21,000 ઘાયલ થયા છે

આ પણ વાંચો: Most popular leader in the world: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા

અજાણ્યા સૈનિકે તેની માતાને ફોન પર કહ્યું કે તેની ટુકડી હવે લડવા માટે યોગ્ય નથી, કારણ કે યૂક્રેનિયન સેનાએ તેમના તમામ શસ્ત્રો અને સાધનોનો નાશ કરી દીધો છે. હવે જો તેમના પર હુમલો થશે તો તેમને મારી નાખવામાં આવશે. ઓડિયો દર્શાવે છે કે સૈનિકના પરિવારના સભ્યો તેના સુરક્ષિત ઘરે પરત ફરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને રશિયન સેનાને વિનંતી કરી રહ્યા છે. તે જ સમયે, યુએસ સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનનો અંદાજ છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 7000 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 14000 થી 21,000 ઘાયલ થયા છે

યૂક્રેનના જુસ્સાની સામે રશિયન ટુકડીઓનું મનોબળ તૂટવા લાગ્યું છે. આ સૈનિકો હવે યુદ્ધ નહીં પરંતુ સ્વદેશ પરત ફરવા માગે છે અને આ માટે તેઓ પોતાને ઘાયલ કરવાથી અચકાતા નથી. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યૂક્રેન પર હુમલો કર્યો હતો. વ્લાદિમીર પુતિનને લાગ્યું કે થોડા દિવસોમાં તેમની સેના યૂક્રેન પર કબજો કરી લેશે, પરંતુ એવું થયું નહીં. આ યુદ્ધ ધાર્યા કરતા વધુ લાંબુ ખેંચાઈ રહ્યું છે. યૂક્રેન રશિયન હુમલાનો હિંમતભેર જવાબ આપી રહ્યું છે. આને કારણે, રશિયન સૈનિકો હવે ત્રાસી ગયા છે અને ઘરે પાછા ફરવાની તકો શોધી રહ્યા છે.

Gujarati banner 01