Mother threw 6 children into the well

Mother threw 6 children into the well: માતાએ એક પછી એક 6 બાળકને કૂવામાં નાખી દીધાં, તમામ બાળકો મોતને ભેટ્યાં

Mother threw 6 children into the well: મંગળવારે સવાર સુધીમાં તમામ 6 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, મૃતકોમાં પાંચ છોકરી અને એક છોકરો સામેલ

મુંબઇ, 31 મેઃMother threw 6 children into the well: મહારાષ્ટ્રમાં કાળજું કંપાવી દે એવી એક ઘટના સામે આવી છે. જ્યાં એક માતાએ પોતાનાં 6 બાળકને એક પછી એક કૂવામાં નાખી દીધાં હતાં અને બહાર બેસીને તેમને મરતા જોઈ રહી હતી. તમામ બાળકો મોતને ભેટ્યાં હતાં. આ ઘટના બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, પારિવારિક વિવાદને કારણે મહિલાઓ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ દર્દનાક ઘટના રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના બોરવાડી ગામની છે. મંગળવારે સવાર સુધીમાં તમામ 6 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં પાંચ છોકરી અને એક છોકરો સામેલ છે.

મહિલાએ કેમ ભર્યું આ પગલું?

મહિલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સોમવારે સવારે તેના સસરાએ તેને ખૂબ માર માર્યો હતો. આ બાબતે રોષે ભરાયેલી મહિલાએ રાત્રે પોતાનાં બાળકોને મારવા માટેનું આ પગલું ભર્યું હતું.

આ પણ વાંચોઃ Pm kisan nidhi yojana: તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

મૃત્યુ પામેલાં બાળકોની ઉંમર 10થી 3 વર્ષની વચ્ચેની છે. આરોપી માતાનું નામ રૂના ચિખુરી સાહની (30) છે. મૃતકોમાં રોશની (10), કરિશ્મા (8), રેશ્મા (6), વિદ્યા (5), શિવરાજ (3) અને રાધા (3) સામેલ છે. બાળકોનાં મૃત્યુની પુષ્ટિ થયા પછી, મહિલાએ પણ આત્મહત્યા કરવા માટે કૂવામાં ઝંપલાવ્યું હતું, પરંતુ લોકોએ તેને બચાવી લીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ મહાડના ધારાસભ્ય ભરત ગોગાવલે પોલીસની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મહિલાની ધરપકડ કરી હતી.

આ પહેલાં વિદર્ભના લાતુર જિલ્લામાં એક મહિલાએ તેના પતિ સાથે વિવાદ બાદ તેના 2 વર્ષના બાળકને કૂવામાં ફેંકી દીધો હતો. એ બાદ મહિલાએ તેનાં પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. શરૂઆતમાં પરિવારને વિશ્વાસ ન આવ્યો અને મોડી રાત સુધી બાળક ન દેખાતાં કૂવામાં તેની શોધખોળ શરૂ કરી હતી. થોડા સમય બાદ પોલીસ દ્વારા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ Injured by hitting knife: વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર ફ્રુટ લારી ચલાવતા વ્યક્તિને અજાણ્યા ઇસમે ચપ્પુનો ઘા મારી ઇજા પહોંચાડી

Gujarati banner 01