pm kisan samman nidhi scheme link aadhaar card edited e1674044692519

Pm kisan nidhi yojana: તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

Pm kisan nidhi yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન મોદીએ 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બટન દબાવીને 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

નવી દિલ્હી, 31 મેઃ Pm kisan nidhi yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન મોદીએ 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બટન દબાવીને 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. યોજનાના દરેક લાભાર્થી ખેડૂતના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થઇ છે અને ખેડૂતોને મોંઘવારીમાંથી થોડી રાહત મળવાની આશા છે.

10મા હપ્તાથી વંચિત ખેડૂતોને 11મા હપ્તા સાથે મળશે રૂપિયા

જે ખેડૂતોને 10મા હપ્તાના નાણા મળ્યા નથી તેમને 10મા અને 11મા હપ્તાના રૂપિયા એકસાથે મળશે. જો કે તેના માટે એક શરત એ છે કે તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચોઃ Injured by hitting knife: વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર ફ્રુટ લારી ચલાવતા વ્યક્તિને અજાણ્યા ઇસમે ચપ્પુનો ઘા મારી ઇજા પહોંચાડી

જો રૂપિયા નથી મળ્યા તો આ છે હેલ્પલાઈન નંબર

જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લગતી કોઈ સમસ્યા હોય, તો તમારી પાસે હેલ્પલાઈન નંબરો પર વાત કરીને તેનું નિરાકરણ મેળવવાની સુવિધા છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ છે -155261 અને 011-24300606 જે દિલ્હીનો નંબર છે.

પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમનો સ્ટેટટ આવી રીતે કરો ચેક

  • તમારે સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in પર જવાનુ રહેશે
  • તેમા હોમ પેજ પર તમને Farmers Corner નો ઓપ્શન મળશે
  • તેના પર ક્લિક કરો અને તેની અંદર Beneficiaries List પર ક્લિક કરો
  • ડ્રોપ ડાઉનને ક્લિક કરો
  • હવે તેમા રાજ્ય, જિલ્લા, સબ ડિસ્ટ્રિક્ટ, બ્લોકક અને ગામને સિલેક્ટ કરો
  • તેના પછી Get Report પર ક્લિક કરો(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Rahul Gandhi to visit Gujarat: રાહુલ ગાંધી ફરી વખત ગુજરાતના પ્રવાસે આવશે, આદિવાસી વિસ્તારમાં સભાને સંબોધન કરશે

Gujarati banner 01