Mothers day 2022

Mother’s day 2022: આ રીતે થઈ મધર્સ ડે ની શરૂઆત? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

Mother’s day 2022: વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળકના માનવામાં આવે છે

નવી દિલ્હી, ૦૮ મે: Mother’s day 2022: વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળકના માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી. પરંતુ, વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. જેથી આ દિવસે તેમને વિશેષ રૂપે યાદ કરી શકાય.

Mother’s day 2022: આ દિવસની શરૂઆત અમેરિકાથી થઇ હતી, આ પરંપરા શરૂ કરવાનો શ્રેય અમેરિકાના અન્ના એમ.જાર્વિસને જાય છે. તે 9 મેં 1914 ના રોજ શરૂ કરાઈ હતી. એવું કેહવામાં આવે છે કે અમેરિકન કાર્યકર આના જાર્વિસ તેમની માતાને ખૂબ પ્રેમ કરે છે. જેના કારણે તેમણે ક્યારેય લગ્ન પણ કર્યા નહોતા અને તેમને કોઈ બાળકો પણ નથી.

આ પણ વાંચો: Doors of kedarnath will open: આજથી ખૂલશે કેદારનાથનાં કપાટ, બે વર્ષ પછી ભક્તોને થશે મહાદેવના દર્શન

માતાના અવસાન પછી, તેમણે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે આ દિવસની ઊજવળી કરવાનું શરૂ કર્યું જેના પછી અમેરિકન રાષ્ટ્રપતિ વુડરો વિલ્સન 9 મે 1914 ના રોજ તેને એકકાયદા તરીકે પસાર કર્યા. આ કાયદામાં લખ્યું છે કે મેના બીજા રવિવારે મધર્સ ડે ઊજવવામાં આવશે. ત્યારથી, તે સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉજવવામાં આવે છે.

સ્ત્રીઓને કરુણાનું પ્રતીક તરીકે માનવામાં આવે છે, તેમનું મૂલ્ય હોઈ શકતું નથી, તે હંમેશા માતા, પત્ની, બહેન, મિત્ર, કાકી, દાદી, નાની, અને અન્ય સ્વરૂપોમાં આપણા ઘરોમાં સેવા આપે છે. આ સિવાય તેઓ કોરોનાની આ વિનાશથી બચાવવા પણ તૈયાર છે. નર્સ, ડોક્ટરો, પોલીસકર્મિયો, સૈન્ય કર્મચારીઓ, સફાઈ કામદારો અને અન્ય લોકો વિવિધ સ્વરૂપોમાં દેશની સેવા કરી રહી છે. જે દેશને સાથે લઈને તેના કરુણામય વિસ્તારમાં માતાનું સ્વરૂપ છે, આવી પરિસ્થિતિમાં, કોરોના અને લોકડાઉન વચ્ચે, આપણે માતાને મધર્સ ડે પર વિશેષ લાગે તે માટે પ્રયાસ કરવો જોઈએ.

આમ તો દરેક સંબંધની પોતાની એક જુદી ઓળખ હોય છે મહત્વ, પરંતુ માતા-બાળકોનો સંબંધ વિશ્વમાં સૌથી અલગ અને કિમતી છે. માતાને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. મોટાભાગે માં શબ્દ સાંભળતા જ સાંભળીને પ્રથમ આપણા મનમાં પ્રેમ અને સપોર્ટ યાદ આવી જાય છે. માતા દિવસની ઉજવણી માં-બાળકના સંબંધને રિસ્પેક્ટ કરવા ઉજવવામાં આવે છે. મે ના બીજા રવિવારે દુનિયાભરમાં મધર્સ ડે ઉજવાય છે.

Gujarati banner 01