mp1

MP Govt Cabinet Expansion: શિવરાજ સરકારના મંત્રીમંડળનું થયું વિસ્તરણ, વાંચો વિગતે…

MP Govt Cabinet Expansion: રાજ્યપાલ મંગુભાઈ પટેલે ત્રણ ધારાસભ્યોને મંત્રી પદે શપથ લેવડાવ્યા

ભોપાલ, 26 ઓગસ્ટઃ MP Govt Cabinet Expansion: મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલા શિવરાજ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજ સવારે રાજ્યપાલ મંગુભાઈ પટેલે ત્રણ ધારાસભ્યોને મંત્રી પદે શપથ લેવડાવ્યા હતા. શિવરાજ કેબિનેટમાં ધારાસભ્ય ગૌરી શંકર બિસેન, રાજેન્દ્ર શુક્લા અને રાહુલ લોધીને રાજ્યપાલે પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.

આ પહેલા મધ્યપ્રદેશ કેબિનેટમાં 23 કેબિનેટ મંત્રી, 7 રાજ્ય મંત્રી હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાના બીજેપીમાં જોડાયા બાદ રચાયેલી કેબિનેટ અંગે પૂર્વ સીએમ ઉમા ભારતીએ ઘણી વખત કહ્યું હતું કે કેબિનેટમાં કોઈ જાતિ સંતુલન નથી.

ઉમાના આ નિવેદન પાછળનું કારણ એ હતું કે કેબિનેટમાં લોધી સમુદાયમાંથી એક પણ મંત્રી નથી, જ્યારે કુસુમ મહદલે અને જાલમ સિંહ પટેલ અગાઉની ભાજપ સરકારોમાં મંત્રી હતા. 2014માં બનેલી મોદી સરકારમાં પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીનો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ભાજપે ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પસંદગીની બેઠકો પર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં મધ્યપ્રદેશમાં 39 અને છત્તીસગઢમાં 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

આ પણ વાંચો…. Tamil Nadu Train Fire: તમિલનાડુના મદુરાઈમાં ટ્રેનમાં લાગી ભીષણ આગ, 10 લોકો જીવતા ભૂંજાયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો