BharatGPT Hanuman

BharatGPT Hanuman: સ્વદેશી AI ટૂલ હનુમાન ChatGPTને આપશે ટક્કર, જાણો શું છે ખાસિયત?

BharatGPT Hanuman: IIT બોમ્બે અને મુકેશ અંબાણીની Reliance Jio દ્વારા સમર્થિત આ AI પ્લેટફોર્મ આવતા મહિને લોન્ચ થઈ શકે છે.

ટેક ડેસ્ક, 22 ફેબ્રુઆરીઃ BharatGPT Hanuman: ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે દેશી AI ટૂલ હનુમાન રજૂ કરવામાં આવ્યું છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ સીતા મહાલક્ષ્મી હેલ્થકેર (SML) અને IIT બોમ્બેના BharatGPT ઇકોસિસ્ટમ પર કામ કરશે. આ સ્વદેશી AI ટૂલની ખાસ વાત એ છે કે તે 22 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. IIT બોમ્બે અને મુકેશ અંબાણીની Reliance Jio દ્વારા સમર્થિત આ AI પ્લેટફોર્મ આવતા મહિને લોન્ચ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતજીપીટી ઈકોસિસ્ટમ રિસર્ચનું નેતૃત્વ આઈઆઈટી બોમ્બે અને અન્ય આઈઆઈટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, SML અને Reliance Jio આ નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી પર સાથે મળીને કામ કરી રહ્યા છે. આવો, જાણીએ હનુમાન વિશે…

આ પણ વાંચોઃ Unseasonal Rain: ભરશિયાળે ઉત્તર ગુજરાતમાં આવ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની મુશ્કેલી વધી

હનુમાન શું છે?

આ એક ભારતીય વિશાળ ભાષાનું મોડેલ છે, જેને 22 ભારતીય ભાષાઓમાં તાલીમ આપવામાં આવી છે. તે IIT બોમ્બે અને સીતા મહાલક્ષ્મી હેલ્થકેર (SML) દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તે BharatGPT ઇકોસિસ્ટમ પર કામ કરે છે. તેના ફાઉન્ડેશનલ લેંગ્વેજ મોડલમાં વિવિધ કદના 40 અબજ જેટલા પરિમાણો તૈયાર કરવામાં આવ્યા છે. તેની પ્રથમ ચાર શ્રેણી 1.5 બિલિયન, 7 બિલિયન, 13 બિલિયન અને 40 બિલિયન પેરામીટર્સ આવતા મહિને રિલીઝ થશે અને તે ઓપન સોર્સ હશે.

હાલમાં હનુમાન હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, મરાઠી સહિત 11 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. આગામી દિવસોમાં તે 22 ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે. હનુમાન પાસે મલ્ટીમોડલ AI ક્ષમતાઓ છે, જે સામગ્રીને ટેક્સ્ટ-ટુ-ટેક્સ્ટ, ટેક્સ્ટ-ટુ-સ્પીચ, ટેક્સ્ટ-ટુ-વિડિયોમાં કન્વર્ટ કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો