Rain

Unseasonal Rain: ભરશિયાળે ઉત્તર ગુજરાતમાં આવ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની મુશ્કેલી વધી

Unseasonal Rain: આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે

અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ Unseasonal Rain: આજે અરવલ્લી અને પાટણમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ કારણે આ પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતોને પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ શિયાળુ પાક લેવાની તૈયારી છે, ત્યાં જ સંકટ બનીને આવ્યો કમોસમી વરસાદ. સમગ્ર પંથકમાં વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.  

આ પણ વાંચોઃ Valinath Mahadev: PM મોદી મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરમાં કરી શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા

આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. વહેલીસવારથી અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે. ધુમ્મસના પગલે હાઈવે પર વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આવા માહોલમાં વરિયાળી, જીરુ, ઘઉં, બટાકા જેવા પાકને મોટુ નુકસાન થઈ શકે છે. 2 દિવસથી બદલાયેલા મોસમના મિજાજે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે મોડી સાંજ બાદ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. 

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો