PM Modheshwari mandir

PM modi Modhera visit: PM મોદીએ મોઢેશ્વરી માતાના દર્શન અને પૂજા કરી, ત્યાર બાદ સૂર્ય મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોને ખૂલ્લો મૂક્યો

PM modi Modhera visit: મહેસાણા જિલ્લાના રૂપિયા 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ

મહેસાણા, 09 ઓક્ટોબરઃPM modi Modhera visit: પીએમ મોદી આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના મોઢેરામાં મોઢેશ્વરી માતાના મંદિરની મુલાકાત લીધી હતી તેમજ દર્શન અને પૂજા કરી હતી. પ્રધાનમંત્રીનું આગમન થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ હાથ જોડીને દેવી પાસેથી આશીર્વાદ લીધા અને ગર્ભગૃહમાં સ્થિત મોઢેશ્વરી માતાની મૂર્તિ સમક્ષ માથું નમાવ્યું.

મોદીએ સૂર્ય મંદિર ખાતે હેરિટેજ લાઇટિંગનું ઉદ્ઘાટન કર્યું જે તેને સૌર ઊર્જાથી સંચાલિત ભારતમાં સૌપ્રથમ હેરિટેજ સાઇટ બનાવે છે. તેમણે મોઢેરા સૂર્ય મંદિરના 3D પ્રોજેક્શન મેપિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ મંદિરના ઈતિહાસને દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદ સભ્ય સી આર પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ, પૂર્ણેશભાઈ મોદી અને અરવિંદભાઈ રૈયાણી પ્રધાનમંત્રીની મુલાકાતમાં તેમની સાથે હતા.

આજે અગાઉ, પ્રધાનમંત્રીએ ગુજરાતના મોઢેરા, મહેસાણામાં રૂ. 3900 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી એ મોઢેરાને ભારતનું પ્રથમ 24×7 સૌર ઊર્જાથી ચાલતું ગામ જાહેર કર્યું.

PM with rishekesh aptel

આ પણ વાંચોઃ Arvind Kejriwal Gujarat visit: આજે અરવિંદ કેજરીવાલે ગાંધી પરિવારના લકી મેદાન પર જાહેર સભા સંબોધી

આ પણ વાંચોઃ Mulayam singh yadav health critical: સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવની હાલત વધારે નાજુક- જાણો વિગત

Gujarati banner 01