General Manager Efficiency Shield celebrate

General Manager Efficiency Shield: જનરલ મેનેજર એફિશિયન્સી શીલ્ડમાં અમદાવાદ ડિવિઝનની હેટ્રિક

General Manager Efficiency Shield: પ્રતિષ્ઠિત જનરલ મેનેજર  શિલ્ડ સહિત કુલ 10 એફિશિયન્સી શિલ્ડ મેળવીને રેકોર્ડ બનાવ્યો

  • General Manager Efficiency Shield: ડીઆરએમ સુધીર કુમાર શર્મા અને વિજેતા વિભાગો વરિષ્ઠ અધિકારીઓનું અમદાવાદ આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
whatsapp banner

અમદાવાદ, 17 એપ્રિલ: General Manager Efficiency Shield: પશ્ચિમ રેલવેનો 69મો રેલવે વીક એવોર્ડ સમારંભ વાય.બી.ચવ્હાણ ઓડિટોરિયમ, ચર્ચગેટ, મુંબઈ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ રેલ સપ્તાહની ઉજવણી દરમિયાન, અમદાવાદ મંડળએ  સતત ત્રીજી વખત પશ્ચિમ રેલ્વેના પ્રતિષ્ઠિત જનરલ મેનેજર એફિશિયન્સી શિલ્ડ જીતીને હેટ્રિક હાંસલ કરી અને કુલ 10 એફિશિયન્સી શિલ્ડ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો.

જેના લીધે ડિવિઝનલ રેલવે મેનેજર સુધીરકુમાર શર્મા તથા વિજેતા વિભાગોના ઉચ્ચ અધિકારીઓનું અમદાવાદ સ્ટેશન ખાતે ઢોલ-નગારા અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ અમદાવાદ ખાતે આવતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- Personal values: જીવનમાં ધર્મની સાથે વ્યક્તિગત મૂલ્યો પણ જરૂરી

વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરે એફિશિયન્સી શિલ્ડ સહિત 27માંથી મહત્તમ 10 એફિશિયન્સી શિલ્ડ મેળવીને છ મંડળ  અને 3 કારખાના માં પ્રથમ સ્થાન મેળવીને અમદાવાદ ડિવિઝનને ગૌરવ અપાવ્યું છે.

આ માહિતી આપતાં ડિવિઝનલ રેલ્વે મેનેજર સુધીર કુમાર શર્માએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય હંમેશા મુસાફરોની સલામતી અને ઉચ્ચ ધોરણો સાથે વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવાનો છે. આ વર્ષે, પશ્ચિમ રેલ્વે પરના અમદાવાદ ડિવિઝનને જનરલ મેનેજર એફિશિયન્સી શિલ્ડ સહિત કુલ 10 શ્રેષ્ઠ પ્રદર્શન શિલ્ડ મેળવવાનું સન્માન છે.

General Manager Efficiency Shield ADI

આમાં ડિવિઝનને શ્રેષ્ઠ પ્રદર્શન માટે સિવિલ એન્જિનિયરિંગ શિલ્ડ, લેવલ ક્રોસિંગ એલિમિનેશન માટે બેસ્ટ રોડ સેફ્ટી ઇન્ટર ડિવિઝન શિલ્ડ, કાંકરિયા ડેપોને સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસની શ્રેષ્ઠ જાળવણી માટે શ્રેષ્ઠ જાળવણી શિલ્ડ અને EnHM ટ્રોફી મેળવવાનું સન્માન મળ્યું છે. તેમજ આંતર વિભાગીય સ્વચ્છતા શિલ્ડ (વાણિજ્ય શાખા) વડોદરા મંડળ સાથે, શ્રેષ્ઠ લોડીંગ પ્રયત્ન શિલ્ડ રાજકોટ મંડળ સાથે, શ્રેષ્ઠ સ્ક્રેપ મોબિલાઈઝેશન શીલ્ડ ભાવનગર મંડળ સાથે, સિગ્નલ અને ટેલિકોમ શિલ્ડ મુંબઈ મંડળ સાથે અને સર્વે & કન્સ્ટ્રકશન શિલ્ડ નિર્માણ વિભાગ અમદાવાદને પ્રાપ્ત થયેલ છે. જે મંડળ માટે નોંધપાત્ર સિદ્ધિ છે.

ડીઆરએમ સુધીર શર્માએ આ સિધ્ધિ બદલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ રેલવે કર્મચારીઓને તેમની કામગીરીના ઉચ્ચ ધોરણો જાળવવા અને ડિવિઝનને વધુ ઉંચાઈએ લઈ જવા અને મુસાફરોના લાભાર્થે ખંતપૂર્વક કામ કરવા અપીલ કરી હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો