Earthquake

Earthquake in Kutch: ભૂકંપના કારણે કચ્છની ધરતી ધ્રૂજી, જાણો શું હતી તીવ્રતા

Earthquake in Kutch: સ્કિટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી

અમદાવાદ, 28 જાન્યુઆરીઃ Earthquake in Kutch: ગુજરાતના કચ્છમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની અસર ઘણા વિસ્તારોમાં જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, સ્કિટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. સાથે જ તેનું કેન્દ્ર ભચાઉથી ઉત્તર-પૂર્વમાં 21 કિલોમીટર દૂર હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે આ કુદરતી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હી-એનસીઆર, પંજાબ સહિત ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પણ વાંચો…. Nitin Kumar Oath: નીતિશ કુમારે 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો