Not wearing hijab

Not wearing hijab: ધો.12ની ટોપરને હિજાબ નહીં પહેરવા બદલ કટ્ટરવાદીઓએ કરી ટ્રોલ, વિદ્યાર્થિનીએ આપ્યો આ જવાબ

Not wearing hijab: કેટલાક કટ્ટરવાદીઓએ તેને હિજાબ નહીં પહેરવા બદલ ટ્રોલ કરી અને કેટલાકે તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી

શ્રીનગર, 13 ફેબ્રુઆરીઃ Not wearing hijab: દેશમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે જમ્મુ કાશ્મીરની ધો.12ની ટોપર અરુસા પરવેઝ કટ્ટરવાદીઓના નિશાના પર આવી ગઈ છે.

હિજાબ પહેરવાની તરફેણમાં દેશમાં ઠેર ઠેર થઈ રહેલા પ્રદર્શન વચ્ચે અરુસા પરવેઝની હિજાબ વગરની તસવીર સોશિયલ મીડિયા પર જોઈને કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી.

શ્રીનગરમાં રહેતી અરુસા ધો.12ના વિજ્ઞાન  પ્રવાહમાં રાજ્યની ટોપર રહી ચુકી છે.અરુસાએ સોશિયલ મિડિયા પર હિજાબ વગરની તસવીર મુકી હતી.

આ પણ વાંચોઃ Scaleup: તજજ્ઞો ની મદદ થી સ્ટાર્ટઅપ્સ કરી રહ્યા છે સ્કેલઅપ!

એ પછી કેટલાક કટ્ટરવાદીઓએ તેને હિજાબ નહીં પહેરવા બદલ ટ્રોલ કરી હતી અને કેટલાકે તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

જેના જવાબમાં અરુસાએ કહ્યુ છે કે, પોતાની જાતને સારા મુસ્લિમ સાબિત કરવા માટે મારે હિજાબ પહેરવાની જરુર નથી.હું ઈસ્લામનુ પાલન કરુ છું પણ સારા મુસ્લિમ બનવા માટે મારે હિજાબની જરુર નથી.

Gujarati banner 01