Nikhil suthar banner

Scaleup: તજજ્ઞો ની મદદ થી સ્ટાર્ટઅપ્સ કરી રહ્યા છે સ્કેલઅપ!

Scaleup: ગુજરાતી માં એક લોક કહેવત છે ને કે, ‘હાથી જીવે ત્યારે લાખનો ,મર્યે સવા લાખનો’, તે ઉક્તિ ખરેખર ચરિતાર્થ થતી દેખાય છે અત્યારે ના આ બદલાતા માહોલ ને જોતા; હવે વરિષ્ટ ઉદ્યોગસાહસોકો અને સિનિયર પ્રોફેશનલ્સ સ્ટાર્ટઅપ્સ ને પોતાના અનુભવ નો લાભ આપી ને આપી રહ્યા છે સ્કેલઅપ ની વિપુલ તકો. ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ફંડિંગ ના ધસારા વચ્ચે સ્ટાર્ટઅપ કંપનીઓ વૃદ્ધિના આગલા સ્તર સુધી પહોંચવામાં મદદ કરવા માટે ભારત અને વિદેશના અનુભવી સલાહકારોની મદદ લઈ રહી છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં આવા સલાહકારો ની માંગ પ્રી-કોવિડ સ્તર થી ત્રણ થી ચાર ગણી વધી છે.

સ્ટાર્ટઅપ્સ માટે સ્કેલઅપ (Scaleup)એ સૌથી મોટી સમશ્યા છે, જેને તેઓ અનુભવી સલાહકારો ની મદદ થી હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાંના મોટા ભાગ ના સ્ટાર્ટઅપ્સ પાસે ફંડિંગ ના પૂરતા સ્ત્રોતો છે, પરંતુ વેન્ચર ને સાચી દિશા માં વિકસાવવા માટે અનુભવી લોકો ને સામેલ કરવા ઈચ્છે છે. લગભગ દરેક સ્ટાર્ટઅપ્સ હવે સલાહકારો ને જોડવા નો પ્રયાસ કરતુ દેખાઈ રહ્યું છે, ચાહે પછી કન્સલ્ટન્ટ ના રૂપે, સલાહકાર બોર્ડ ના સભ્ય તરીકે, અથવા બીજી કોઈ રીતે તેઓ ને પ્રવૃત કરવા માટે. 

છેલ્લા અમુક સમય માં વધુ માં વધુ સ્ટાર્ટઅપ્સ હવે પબ્લિક થવા થી, હવે વિશ્વાસપાત્ર અને અનુભવી સલાહકારો ને વેન્ચર સાથે જોડવાની જરૂર વધી છે. તદ્ઉપરાંત જ્યારે સ્ટાર્ટઅપ્સ વરિષ્ઠ સલાહકારો ને તેઓ ના બોર્ડ માં લાવે છે, તો ઇન્વેસ્ટર રાઉન્ડ માં તે સ્ટાર્ટઅપ્સ ને વધુ વિશ્વસનીયતા આપે છે.

આ પણ વાંચોઃ Hijab controversy: શાળા-કોલેજ જતી છોકરીઓની ભાવનાઓનો દુરુપયોગ

મોટાભાગના સ્ટાર્ટઅપ્સમાં, જ્યાં કર્મચારી ની સરેરાશ ઉંમર 26 થી 32 ની વચ્ચે હોય છે, તેની તુલના માં આ સલાહકારો માંથી ઘણા ને દાયકાઓનો અનુભવ હોય છે, ચોક્કસ ડોમેઇન કુશળતા, વ્યૂહાત્મક દિશા અને કેવી રીતે આગળ વધી શકાય તેની જાણકારી મળી રહે છે. અને આ ચોક્કસપણે વેન્ચર માં બેલેન્સ બનવી રાખે છે. તે સ્ટાર્ટઅપ વેન્ચર ને વિવિધ અનુભવો અને વિવિધ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે, જે સ્ટાર્ટઅપ વેન્ચર મેનેજમેન્ટ તેમજ તેઓ ના અન્ય કર્મચારીઓને લાભ આપી શકે છે.

બદલાતા પરિપેક્ષ માં હવે સ્ટાર્ટઅપ્સ ને લાગે છે કે સલાહકારની ભૂમિકામાં અનુભવી લોકોને લાવવા તે તેઓ માટે વ્યવસાયિક રીતે અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ છે. સ્ટાર્ટઅપ્સને લાગે છે કે સલાહકારની ભૂમિકામાં અનુભવી લોકોને લાવવા તે વ્યવસાયિક અર્થપૂર્ણ છે. સ્ટાર્ટઅપ આંત્રપ્રેન્યોર્સ વરિષ્ઠ સભ્યો પાસેથી જે માર્ગદર્શન મેળવી શકે છે, તે મૂલ્યવાન છે. તેઓ બજારની અસ્પષ્ટતા, ઉતારચઢાવ અને માર્કેટ ના વર્તન નો અનુભવ કર્યો છે, તથા તેઓ અણધાર્યા પડકારો તેમજ છુપાયેલી તકોની આગાહી કરી શકે છે.

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે અનુભવી વરિષ્ઠ સલાહકારો વધુ ESOP અને રોકડા માં પ્રમાણ માં ઓછો ભાગ મેળવે છે. જો કે, વધુ પરિપક્વ સ્ટાર્ટઅપ્સ માં, રોકડ નો ભાગ વધુ હોઈ શકે છે. કેટલીકવાર, સલાહકારોને ટૂંકા ગાળા ના અથવા ચોક્કસ પ્રોજેક્ટ્સ ને અમલ માં લાવવા માટે જોડવા માં આવે છે, જેમકે કેટલાક કિસ્સાઓમાં કંપનીનો IPO તૈયાર કરવા માટે પણ. અન્ય કિસ્સાઓ માં, 24 થી 36 મહિના માટે લાંબા ગાળાના કરારો કરવામાં આવતા હોય છે.

Gujarati banner 01