Statement of CR Patil

Statement of CR Patil: ધંધુકા હત્યા કેસમાં પાટીલે કહ્યું,’કેટલાક લોકો વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ.. વાંચો વધુમાં શું કહ્યું?

Statement of CR Patil: ધંધુકાના ચકચારી હત્યા કેસ અંગે જણાવ્યું હતું કે, આવી કોઇ પણ ઘટના ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્યના ગૃહમંત્રી દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે

વડોદરા, 30 જાન્યુઆરીઃStatement of CR Patil: વડોદરા શહેરના ન્યુ VIP રોડ ઉપર શરૂ આજથી થયેલા પેટ્રોલ પંપના ઉદ્ઘાટન સમારંભમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ધંધુકાના ચકચારી હત્યા કેસ અંગે જણાવ્યું હતું કે, આવી કોઇ પણ ઘટના ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્યના ગૃહમંત્રી દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, રાજ્ય સરકાર પણ આવી ઘટનાઓને સાંખી લેશે નહીં.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમ યોજાય છે. જેમાં ભાગ લેવાનો આજે વડોદરામાં મોકો મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી કાર્યકરોના ફાળા દ્વારા ચાલતી પાર્ટી છે. 5 રૂપિયાથી 1000 રૂપિયા સુધીનો ફાળો કાર્યકરો દ્વારા આપવામાં આવે છે. માઇક્રો લેવલથી ફંડ એકત્ર કરવામાં આવી રહ્યો છે. આજે વડોદરામાં 350 ઉપરાંત કાર્યકરો દ્વારા પાર્ટીમાં ફાળો આપવામાં આવ્યો છે. મન કી બાત સાંભળ્યા બાદ કાર્યકરો ફાળો આપવા માટે તૈયાર કાર્યરત થયા છે. ધંધુકામાં કિશનની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આવી ઘટનાઓને સરકાર ક્યારેય સાંખી લેશે નહીં.

આ પણ વાંચોઃ Omicron subvariant ba2 is spreading: ઓમિક્રોનના સબ-વેરિએન્ટ BA.2 એ વધારી ચિંતા, લોકોને ઝડપથી ચપેટમાં લઇ રહ્યો છે આ વેરિએન્ટ

નોંધનીય છે કે, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ના પુત્ર ધ્રુમિલ મહેતા દ્વારા જીઓ અને બ્રિટીશ પેટ્રોલિયમની ભાગીદારી કંપનીનો ભારતના શહેરોમાં પ્રથમ પેટ્રોલ પંપ વડોદરામાં શરૂ કરવામાં આવ્યો છે. આ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબહેન જોષી, સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્યના મંત્રી મનિષાબેન વકીલ, ધારાસભ્ય યોગેશ પટેલ અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ માત્ર રાજકીય ક્ષેત્રે જ પ્રગતિ કરી નથી. તેઓ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. દર્ભાવતી (ડભોઇ)માં ટૂંકાગાળામાં જ તેમણે વિકાસ કામો કરીને લોકોના દિલ જીતી લીધા છે. દર્ભાવતીમાં હવે તેમણે કોઇ હલાવી શકે તેમ નથી. તેઓ એક ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી રહ્યા છે. અન્ય વ્યવસાયો ઉભા કરીને લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. તે તેમનું જમા પાસુ છે.

Gujarati banner 01