Parliament

Parliament Winter Session: આ તારીખથી શરુ થશે સંસદનું શિયાળુ સત્ર, ત્રણ બિલ થશે પેશ…!

Parliament Winter Session: 3 ડિસેમ્બરે શિયાળુ સત્ર શરૂ થવાની સંભાવના: રિપોર્ટ

નવી દિલ્હી, 09 નવેમ્બરઃ Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શરૂ થઈ શકે છે અને ક્રિસમસ (25 ડિસેમ્બર) પહેલા સમાપ્ત થઈ શકે છે. સૂત્રોથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામોના થોડા દિવસો બાદ એટલે કે 3 ડિસેમ્બરે શિયાળુ સત્ર શરૂ થવાની સંભાવના છે.

સત્ર દરમિયાન મુખ્ય ફોજદારી કાયદાઓને બદલવા માટેના ત્રણ મોટા બિલો પર ચર્ચા થવાની સંભાવના છે. ગૃહ મામલાની સ્થાયી સમિતિએ તાજેતરમાં ત્રણ ખરડાઓ પર પોતાનો અહેવાલ સ્વીકાર્યો છે. સંસદમાં પેન્ડિંગ અન્ય એક મોટું બિલ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત છે.

વિપક્ષ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોના વિરોધ વચ્ચે સંસદના વિશેષ સત્રમાં ચોમાસુ સત્રમાં રજૂ કરાયેલા આ બિલને પસાર કરાવવાનો સરકારે આગ્રહ રાખ્યો ન હતો. આ બિલ દ્વારા સરકાર મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોનો દરજ્જો કેબિનેટ સેક્રેટરીની બરાબરી પર લાવવા માંગે છે. હાલમાં તેઓ સુપ્રીમ કોર્ટના જજની સમકક્ષ દરજ્જો ધરાવે છે.

આ પણ વાંચો… Sardarnagar Liquor Party Case: દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓનો નિર્દોષ છુટકારો, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો