PM Narendra MOdi

PM Modi Interacted Beneficiaries of Viksit Bharat Sankalp Yatra: પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

PM Modi Interacted Beneficiaries of Viksit Bharat Sankalp Yatra: જ્યાં પણ મોદી કી ગેરંટી કી ગાડી જઈ રહી છે, તે લોકોનો આત્મવિશ્વાસ વધારી રહી છે અને લોકોની આશાઓને પૂર્ણ કરી રહી છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • હું સતત એવા લોકોને શોધી રહ્યો છું જેમને છોડી દેવામાં આવ્યા છેઃ મોદી

નવી દિલ્હી, 27 ડિસેમ્બરઃ PM Modi Interacted Beneficiaries of Viksit Bharat Sankalp Yatra: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ જોડાયા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિકસિત ભારતનાં સંકલ્પ સાથે જોડાવાનું આ અભિયાન સતત વિસ્તરી રહ્યું છે. વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ થયાને 50 દિવસ પણ નથી થયા, પરંતુ અત્યાર સુધી આ યાત્રા 2.25 લાખ ગામોમાં પહોંચી છે. આ પોતાનામાં જ એક રેકોર્ડ છે.” તેમણે દરેક વ્યક્તિનો, ખાસ કરીને મહિલાઓ અને યુવાનોનો, તેને સફળ બનાવવા બદલ આભાર માન્યો. તેમણે કહ્યું હતું કે, “વિકાસ ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ એ વ્યક્તિ સુધી પહોંચવાનો છે, જે કોઈ કારણસર ભારત સરકારની યોજનાઓથી વંચિત રહી ગઈ છે.” 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકો સુધી આ સક્રિય પહોંચ તેમને ખાતરી આપવા માટે છે કે સરકારી યોજનાઓ તમામ માટે ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારનાં ઉપકાર કે ભેદભાવ વિના. તેમણે ઉમેર્યું હતું કે, “હું એવા લોકોને શોધી રહ્યો છું જેમને છોડી દેવામાં આવ્યા છે.” પ્રધાનમંત્રીએ લાભાર્થીઓમાં અભૂતપૂર્વ વિશ્વાસની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, “દેશભરમાં દરેક લાભાર્થી છેલ્લાં 10 વર્ષમાં તેમનાં જીવનમાં આવેલા ફેરફારો વિશે ગાથા ધરાવે છે. તે હિંમતથી ભરેલી વાર્તા છે. “

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ લાભો લાભાર્થીઓને તેમનાં જીવનને વધારે સારી બનાવવા માટે પ્રેરિત કરે છે. તેમણે કહ્યું હતું કે, “આજે દેશનાં લાખો લાભાર્થીઓ સરકારી યોજનાઓનો ઉપયોગ આગળ વધવાનાં માધ્યમ તરીકે કરી રહ્યાં છે.” તેમણે કહ્યું હતું કે, જ્યાં પણ મોદી કી ગેરંટી કી ગાડી જઇ રહી છે ત્યાં લોકોનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને લોકોની આશાઓને પૂર્ણ કરી રહી છે. 

તેમણે માહિતી આપી હતી કે, વીબીએસવાય દરમિયાન ઉજ્જવલા ગેસ કનેક્શન માટે 4.5 લાખ નવી અરજીઓ દાખલ કરવામાં આવી છે, 1 કરોડ આયુષ્માન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે, 1.25 કરોડ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યાં છે, 70 લાખ લોકોની ટીબી માટે તપાસ કરવામાં આવી છે અને 15 લાખ સિકલ સેલ એનિમિયા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, એક સાથે આભા કાર્ડ ઇશ્યૂ કરવાથી લાભાર્થીઓનાં તબીબી રેકોર્ડ ઊભા થશે. તેમણે કહ્યું હતું કે, “આનાથી સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય સંબંધિત નવી જાગૃતિ ફેલાશે.”

પ્રધાનમંત્રીએ ઘણાં નવા લોકોને તેનો લાભ મળી રહ્યો છે એ બાબત તરફ ધ્યાન દોર્યું હતું તથા તેમણે સ્થાનિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓની જવાબદારી પર ભાર મૂક્યો હતો તથા તેમને ગામ, વોર્ડ, શહેર અને વિસ્તારમાં દરેક લાયક વ્યક્તિની ઓળખ કરવા જણાવ્યું હતું.

ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે ભારત સરકાર ગામડાઓમાં મહિલાઓને સ્વરોજગારી પૂરી પાડવા માટે એક મોટું અભિયાન ચલાવી રહી છે. વીતેલા વર્ષોમાં દેશમાં લગભગ 10 કરોડ બહેનો, દીકરીઓ અને દીદીઓ સ્વસહાય જૂથોમાં જોડાયા છે. આ બહેનો અને દીકરીઓને બેંકો દ્વારા સાડા સાત લાખ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, “આ અભિયાનને વધુ વિસ્તૃત કરવા માટે, મેં આગામી ત્રણ વર્ષમાં 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.” તેમણે નમો ડ્રોન દીદી યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે ગ્રામીણ મહિલાઓનો આત્મવિશ્વાસ વધારશે.

નાના ખેડૂતોને સંગઠિત કરવાના અભિયાનનું વિસ્તૃત વિવરણ કરતા પ્રધાનમંત્રીએ એફપીઓ અને પીએસી જેવા સહકારી સાહસો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અમારો પ્રયાસ છે કે સહકાર ભારતમાં ગ્રામીણ જીવનના મજબૂત પાસા તરીકે ઉભરી આવે. અત્યાર સુધી આપણે દૂધ અને શેરડીના ક્ષેત્રમાં સહકારના ફાયદાઓ જોયા છે. હવે તેને કૃષિના અન્ય ક્ષેત્રો અને માછલી ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં પણ વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. 

અમે આગામી સમયમાં 2 લાખ ગામોમાં નવા પીએસીએસ બનાવવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છીએ.” તેમણે ડેરી અને સ્ટોરેજમાં સહકારી ઉકેલોને પ્રોત્સાહન આપવાની દરખાસ્તો વિશે પણ માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં 2 લાખથી વધારે સૂક્ષ્મ ઉદ્યોગોને મજબૂત કરવા પ્રયાસો પણ થઈ રહ્યાં છે.”

પ્રધાનમંત્રીએ એક જિલ્લો, એક ઉત્પાદન યોજના વિશે પણ વાત કરી હતી અને ‘સ્થાનિક માટે અવાજ ઉઠાવવા’ને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે મોદી કી ગેરંટી કી ગાડી લોકોને સ્થાનિક ઉત્પાદનો વિશે માહિતગાર કરી રહી છે અને આ ઉત્પાદનો જીઈએમ પોર્ટલ પર પણ નોંધણી કરાવી શકાય છે. તેમણે મોદી કી ગેરંટી કી ગાડીની સતત સફળતાની આશા સાથે સમાપન કર્યું.

આ પણ વાંચો… illegal Organization: ગૃહ મંત્રાલયે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીરને ગેરકાનૂની સંગઠન જાહેર કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો