PM Modi image

Pm modi statement farmers protest: કૃષિ કાયદાના વિરોધીઓ પર PM મોદીએ પ્રહાર કરતા કહ્યુ, ખેડૂતોની સાથે દગો કરી રહ્યુ છે વિપક્ષ

Pm modi statement farmers protest: PM કહ્યુ કે વિપક્ષ ખેડૂતોની સાથે દગો કરી રહ્યુ છે. અત્યાર સુધી સત્તા માટે સરકાર ચલાવવામાં આવતી હતી અને હવે જનતા માટે સરકાર ચાલે છે

નવી દિલ્હી, 02 ઓક્ટોબરઃ Pm modi statement farmers protest: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે વિપક્ષ ખેડૂતોની સાથે દગો કરી રહ્યુ છે. અત્યાર સુધી સત્તા માટે સરકાર ચલાવવામાં આવતી હતી અને હવે જનતા માટે સરકાર ચાલે છે.

પીએમ મોદીએ કહ્યુ કે જે લોકો આજે ખેડૂત હિતેચ્છુ સુધારાનો વિરોધ કરી રહ્યા છે તેમની પર નજર નાખીએ તો આપને બૌદ્ધિક બેઈમાની અને રાજકીય દગાખોરીનો સાચો અર્થ જોવા મળશે. વડા પ્રધાન મોદીએ કહ્યુ કે આ તે જ લોકો છે જે પહેલા મુખ્યમંત્રીઓને પત્ર લખીને માગ કરતા હતા જે આજે સરકારે કર્યુ છે. અમે દેશના નાના ખેડૂતોને દરેક પ્રકારથી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચોઃ afghan womens soccer players: તાલિબાનથી બચવા અફઘાનિસ્તાનની મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીઓએ પોર્ટુગલમાં શરણ લીધુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કેટલાક અન્ય રાજકીય દળ આ ત્રણ કૃષિ કાયદા જેવા સુધારને જ લાગુ કરી રહ્યા છે પરંતુ હવે તેમણે સમગ્ર રીતે યુ-ટર્ન લીધો છે અને બૌદ્ધિક બેઈમાનીનુ પ્રદર્શન કર્યુ છે. તેઓ સમગ્ર રીતે ઉપેક્ષા કરી રહ્યા છે કે ખેડૂતોને શુ લાભ મળશે? તેઓ માત્ર એ શોધી રહ્યા છે કે તેમને રાજકીય રીતે શુ ફાયદો થઈ રહ્યો છે.

Whatsapp Join Banner Guj