Lakhota cleaness 4

Lakhota Nature Club: વાઈલ્ડલાઈફ વિક ના પ્રારંભે લાખોટા નેચર કલબ અને મહાનગરપાલિકા દ્વારા તળાવ સફાઈ અભિયાન હાથ ધરાયું

Lakhota Nature Club: કલબના સદસ્યો અને સફાઈ કર્મીઓએ તળાવ નો અમુક ભાગ સ્વચ્છ કરી સપ્તાહ ની કરી ઉજવણી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૨ ઓક્ટોબર:
Lakhota Nature Club: આજે ૨ ઓક્ટોમ્બર ગાંધી જ્યંતી અને વાઈલ્ડલાઈફ વિક ના પ્રારંભે લાખોટા નેચર કલબ જામનગર અને જામનગર મહાનગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે રણમલ તળાવ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધી સ્વચ્છતા ના આગ્રહી હોય હતા ત્યારે આજે તેમની જન્મજ્યંતી પર લાખોટા નેચર કલબ જામનગર અને મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવ ના પાછળ ના ભાગે તળાવ નો અમુક ભાગ સ્વચ્છ કરવા નું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્થાયી સમિતિ ના ચેરમેન મનીષભાઈ કટારીયા ઉપસ્થિત રહ્યા હતા.

Lakhota Nature Club

આ કાર્યક્રમમાં લાખોટા નેચર કલબ ના પ્રમુખ જગત રાવલ, ઉપ પ્રમુખ કમલેશ રાવત, સુરજ જોશી, મંત્રી ભાવિક પારેખ, ખજાનચી જય ભાયાણી, સહ મંત્રી મયુર નાખવા, કમિટી મેમ્બર મયનક સોની, શબીર વીજળીવાળા, વૈભવ ચુડાસમા, તેમજ અરુણ રવિ, સંજય પરમાર, જીત સોની, જીગ્નેશ નાકર, વિશાલ પરમાર, રુદ્ર નાખવા વિગેરે હાજર રહી મહાનગરપાલિકા ના સફાઈ કર્મી ઓ સાથે અભિયાન પૂર્ણ કર્યું હતું.

આ પણ વાંચો…afghan womens soccer players: તાલિબાનથી બચવા અફઘાનિસ્તાનની મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીઓએ પોર્ટુગલમાં શરણ લીધુ

Whatsapp Join Banner Guj