Police broke BJP leader hotel

Police broke BJP leader hotel: પોલીસે તોડી હત્યાના આરોપી ભાજપ નેતાની હોટલ, વાંચો શું છે મામલો…

Police broke BJP leader hotel: 60 ડાયનામાઈટથી થોડી જ સેકન્ડમાં ચાર માળની ઇમારત ઘ્વસ્ત

નવી દિલ્હી, 04 જાન્યુઆરી: Police broke BJP leader hotel: મધ્યપ્રદેશના સાગરમાં, જિલ્લા અને પોલીસ તંત્રએ એક હત્યાના આરોપી ભાજપના નેતા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પ્રશાસને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી એક ચાર માળની હોટલને ડાયનામાઈટ લગાવીને થોડી જ સેકન્ડોમાં જમીનદોસ્ત કરી દીધી. આરોપી મિશ્રચંદ ગુપ્તા પર ચૂંટણીની અદાવતમાં એક યુવકની કારથી કચડીને હત્યા કરવાનો આરોપ છે. 

આરોપી નેતાની ચાર માળની હોટલમાં 60 ડાયનામાઈટ લગાવવામાં આવ્યા. પછી મંગળવારે સાંજે બ્લાસ્ટ કરીને તેને થોડી જ સેકન્ડોમાં તોડી પાડવામાં આવી.  કાર્યવાહી દરમિયાન સાગર જિલ્લા કલેક્ટર દીપક આર્ય, ડીઆઈજી તરુણ નાયક અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર હતા.  

આરોપી મિશ્રચંદ ગુપ્તા અને તેના પરિવારની હોટેલ જયરામ પેલેસ મકરોનિયા ચારરસ્તા પાસે આવેલી છે. ચાર માળની હોટલનું બાંધકામ ગેરકાયદેસર જાહેર કરાયું હતું. આ પછી  મંગળવારે પોલીસ અને તંત્રની ટીમ હોટલને તોડવાની કાર્યવાહી કરવા પહોંચી. સુરક્ષા માટે બેરીકેડ મુકીને વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. આ પછી હોટલની આસપાસ રહેતા લોકોના ઘર ખાલી કરાવવામાં આવ્યા. આ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. 

અપક્ષ કાઉન્સિલરના ભત્રીજાને જીપથી કચડી નાખ્યો 

2 ડિસેમ્બરની રાત્રે મકરોનિયા ચારરસ્તા પાસે જગદીશ યાદવ ઉર્ફે જગ્ગુની જીપથી કચડીને હત્યા કરી દેવામાં આવી હતી. જગદીશ (30) મકરોનિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના  કોરેગાંવનો રહેવાસી હતો. તે મકરોનીયા ચાર રસ્તા પર પવન યાદવની ડેરીમાં કામ કરતો હતો. તે અપક્ષ કાઉન્સિલર કિરણ યાદવનો ભત્રીજો હતો. કાઉન્સિલરની ચૂંટણીમાં કિરણ યાદવે મિશ્રીચંદ ગુપ્તાની પત્ની મીનાને 83 વોટથી હરાવ્યા હતા. 

મિશ્રીચંદ ગુપ્તા ફરાર 

ચૂંટણીની અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. હત્યા કેસમાં આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાંથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.  જોકે, મિશ્રીચંદ ગુપ્તા હજુ પણ ફરાર છે.

આ પણ વાંચો: Test will on taking medicine from medical store: જો તમે પણ મેડિકલ સ્ટોરમાંથી લેશો તાવ-ખાંસીની દવા તો કરાવું પડશે આ ટેસ્ટ, જાણો…