Controversy over photo of VC with maharaja sayajirao

Controversy over photo of VC with maharaja sayajirao: એમએસ યુનિવર્સિટીના કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવ સાથે વીસીના ફોટોથી વિવાદ, જાણો શું છે મામલો

Controversy over photo of VC with maharaja sayajirao: એમએસના કેલેન્ડરમાં મહારાજા સયાડીરાવ સાથે વીસીનો ફોટો મુકાતા સેન્ટ સભ્યએ વિરોધ નોંધાવ્યો છે

વડોદરા, 04 જાન્યુઆરી: Controversy over photo of VC with maharaja sayajirao: વાઈસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવના ફોટોથી એમએસ યુનિવર્સિટીમાં વિવાદ થયો છે. એમએસના કેલેન્ડરમાં મહારાજા સયાડીરાવ સાથે વીસીનો ફોટો મુકાતા સેન્ટ સભ્યએ વિરોધ નોંધાવ્યો છે. એમએસ યુનિવર્સિટીના 2023ના કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના ફોટા સાથે વીસીના ફોટોથી વિવાદ છેડાયો છે. આ મામલે સેનેટ સભ્યો આ મામલે વિરોધ કર્યો છે.

એમએસ યુનિવર્સિટીના 2023ના કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના ફોટાની નીચે એક બાજુ ચાન્સેલર રાજમાતા શુભાંગિનીરાજ ગાયકવાડનો ફોટો છે અને બીજી બાજુ વીસી વિજય શ્રીવાસ્તવનો ફોટો છે. જેના કારણે વિવાદ ઉભો થયો છે. કુલપતિએ કેલેન્ડર પર જાણે કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય તેમ ફોટો મુક્યો છે તેમ કહી સેનેટ સભ્યોએ વિરોધ કર્યો છે. 

કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથેનો કુલપતિનો ફોટો મુકવાને લઈને સેનેટ સદસ્યએ જણાવ્યું હતું કે, ફોટો પાડનાર કુલપતિ પોતાની ગરિમાને ગીરવે મુકીને કેમ્પસમાં હાસ્યને પાત્ર બન્યા છે. 

અત્યાર સુધી અન્ય કોઈ કુલપતિનો આ પ્રકારે ફોટો નથી મુકવામાં આવ્યો. ભૂતકાળમાં પણ મહારાજા સિવાય કોઈનો ફોટો કેલેન્ડરમાં મૂકવામાં આવ્યો નથી. ત્યારે કેલેન્ડમાં અંદરની બાજુના ભાગે ભારતની અને ગુજરાતની હસ્તીઓના ફોટો એને ફેકલ્ટીના ફોટો મુકાયા છે. આ ફોટો તત્કાલ હટાવી લેવા માટે પણ માંગ ઉઠી છે.

આ પણ વાંચો: Police broke BJP leader hotel: પોલીસે તોડી હત્યાના આરોપી ભાજપ નેતાની હોટલ, વાંચો શું છે મામલો…