Rafale Fighter Jet

Rafale Fighter Jet: દરિયામાં ભારતીય નેવીની તાકાત વધશે, ચીન-પાકિસ્તાનની ઉંઘ ઉડી જશે…

Rafale Fighter Jet: ભારતીય નૌકાદળને ફ્રાન્સના ડેસોલ્ટ એવિએશન પાસેથી 26 નવા અદ્યતન રાફેલ ફાઈટર જેટ મળશે

નવી દિલ્હી, 15 જુલાઈઃ Rafale Fighter Jet: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સની બે દિવસીય મુલાકાત દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે એક મોટી સંરક્ષણ ડીલ પર મહોર મારવામાં આવી હતી. ભારત સરકારે આજે (15 જુલાઈ) આની જાહેરાત કરી છે.

આ અંતર્ગત ભારતીય નૌકાદળને ફ્રાન્સના ડેસોલ્ટ એવિએશન પાસેથી 26 નવા અદ્યતન રાફેલ ફાઈટર જેટ મળશે, જેને ખાસ કરીને નેવીની જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવશે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન
સાથેની બેઠક દરમિયાન આ ડીલ નક્કી કરવામાં આવી હતી. રાફેલ બનાવતી કંપની દસોલ્ટ એવિએશને આ અંગે માહિતી આપી છે.

Dassault Aviation એ અહેવાલ આપ્યો, “ભારત સરકારે ભારતીય નૌકાદળને નવીનતમ પેઢીના ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ કરવા નેવી રાફેલની પસંદગીની જાહેરાત કરી. ભારતીય નૌકાદળના 26 રાફેલ પહેલાથી જ સેવામાં રહેલા 36 રાફેલ સાથે જોડાશે.” રક્ષા મંત્રાલયે ગુરુવારે (13 જુલાઈ) ફ્રાન્સ પાસેથી રાફેલ જેટના 26 નેવલ વેરિઅન્ટ્સ અને ત્રણ ફ્રેન્ચ ડિઝાઈનવાળી સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી.

રાફેલે ટ્રાયલમાં તાકાત બતાવી

દસોલ્ટ એવિએશને વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય ભારતમાં હાથ ધરવામાં આવેલા સફળ પરીક્ષણ અભિયાન પછી આવ્યો છે, જેમાં નવી રાફેલ એ સાબિત કર્યું છે કે તે ભારતીય નૌકાદળની ઓપરેશનલ જરૂરિયાતોને સંપૂર્ણપણે પૂર્ણ કરે છે અને તેના માટે સંપૂર્ણપણે યોગ્ય છે.

આ ડિફેન્સ ડીલમાં ભારતને 22 સિંગલ સીટર રાફેલ-એમ મરીન ફાઈટર એરક્રાફ્ટ મળશે. આ ફાઇટર એરક્રાફ્ટને સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત (INS Vikrant) પર તૈનાત કરવામાં આવશે. સાથે જ 4 ટ્રેનર રાફેલ મરીન એરક્રાફ્ટ પણ મળશે. રાફેલ-એમ ફ્રાન્સના રાફેલ ફાઈટર જેટ્સનું નેવલ વર્ઝન છે. સંરક્ષણ સોદા બાદ સમુદ્રમાં ભારતીય નૌકાદળની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે.

આ પણ વાંચો… Bhadravi Poonam Mela: અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાના આયોજન અંગે યોજાઈ બેઠક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો