Rahul Gandhi 3

Rahul Gandhi Defamation Case: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટ તરફથી ન મળી રાહત, જાણો શું કહ્યું…

Rahul Gandhi Defamation Case: જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે આ મામલે ગુજરાત સરકાર, પૂર્ણેશ મોદી અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી છે

નવી દિલ્હી, 21 જુલાઈઃ Rahul Gandhi Defemation Case: મોદી સરનેમ કેસમાં દોષિત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે આ મામલે ગુજરાત સરકાર, પૂર્ણેશ મોદી અને અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી છે અને દસ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

બીજી તરફ પૂર્ણેશ મોદીના વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું કે મને જવાબ દાખલ કરવા માટે 3 અઠવાડિયાનો સમય જોઈએ છે. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું- મને નથી લાગતું કે જવાબ દાખલ કરવાની જરૂર છે. કોર્ટનો આદેશ 150 પાનાનો છે. હવે આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે.

રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુનાવણી દરમિયાન કહ્યું કે રાહુલે વર્તમાન સંસદ સત્ર સહિત સંસદના 122 દિવસ ગુમાવ્યા છે. ચૂંટણી પંચ વાયનાડ ચૂંટણીને કોઈપણ સમયે સૂચિત કરી શકે છે. કૃપયા મને વચગાળાનો રોક અથવા સુનાવણી માટે શક્ય તેટલી વહેલી તારીખ આપો.

આ અંગે જસ્ટિસ ગવઈ કહે છે કે મારા પિતા 40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, તેઓ સંસદ સભ્ય હતા, મારો ભાઈ હજુ પણ કોંગ્રેસમાં છે. હવે તમે નક્કી કરો કે મારે આ બાબત સાંભળવી જોઈએ કે નહીં.

શું છે સમગ્ર મામલો…

રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સમાન છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

તેમની ફરિયાદમાં, બીજેપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?

સેશન્સ કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે

ગત 23 માર્ચે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આ સાથે તેમને બે વર્ષની સજા પણ કરવામાં આવી હતી. આ પછી રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી હતી.

આ પણ વાંચો… G20 meeting in Indore: શ્રમ અને રોજગાર મંત્રીઓની G20 બેઠક ઈન્દોરમાં સંપન્ન થઈ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો