Rahul Gandhi 1

Rahul Gandhi Parliament Membership Reinstated: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત

Rahul Gandhi Parliament Membership Reinstated: લોકસભા સચિવાલયે સદસ્યતા પુનઃસ્થાપનની સૂચના બહાર પાડી

નવી દિલ્હી, 07 ઓગસ્ટઃ Rahul Gandhi Parliament Membership Reinstated: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત અપાયા બાદ હવે તેમના સાંસદ સભ્ય પદને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. હવે લોકસભા સ્પીકરે તેમના સાંસદ પદ માટે મંજૂરી આપી દીધી છે. તેમનું સાંસદ પદ બહાલ થઈ ગયું છે. તેઓ હવે ફરી સંસદમાં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, સુરતની કોર્ટે મોદી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી તેના બાદથી તેમનું સાંસદ પદ છીનવી લેવાયું હતું. જોકે આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ તેમને આંચકો આપ્યો હતો અને સજા યથાવત્ રાખી હતી. જોકે છેવટે સુપ્રીમકોર્ટે આ મામલે સવાલો ઊઠાવતાં તેમને રાહત આપી હતી. જેના પછી રાહુલ ગાંધીની સજા પર રોક લગાવાઈ હતી.

લોકસભા સચિવાલય તરફથી આ મામલે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. હવે રાહુલ ગાંધી ફરીવાર સંસદમાં જોવા મળશે. તેઓ તાજેતરમાં ચોમાસા સત્રમાં પણ ગૃહમાં જોવા મળી શકે છે.

રાહુલનું સાંસદ પદ મેળવવા માટે કોંગ્રેસ દ્વારા તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરાયા બાદ માત્ર લોકસભા સ્પીકરની મંજૂરી મેળવવા માટે જ આ મામલો અટવાઈ રહ્યો હતો. હવે આ મંજૂરી મળતાં સંસદ પહોંચાવાનો રાહુલનો માર્ગ સાફ થઈ ગયો છે.

આ પણ વાંચો… One District One Product: ગુજરાતની વિસરાતી કળા-કારીગરીને ODOP આપશે જીવતદાન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો