Helicopter Joyride in Ahmedabad

Helicopter Joyride in Ahmedabad: અમદાવાદમાં ફરી હેલિકોપ્ટરથી જોયરાઈડ શરૂ થશે, વાંચો વિગતે…

  • આ જોયરાઈડ જાન્યુઆરી 2022માં સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થઈ હતી

Helicopter Joyride in Ahmedabad: કંપનીએ 12મી ઓગસ્ટથી આ જોયરાઈડ શરૂ કરવાની જાહેરાત કરી

અમદાવાદ, 07 ઓગસ્ટઃ Helicopter Joyride in Ahmedabad: સાબરમતી નદીમાં રિવર ક્રૂઝ શરૂ થયા બાદ હવે અમદાવાદમાં ફરી હેલિકોપ્ટરથી જોયરાઈડ શરૂ થશે. આ જોયરાઈડ જાન્યુઆરી 2022માં સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થઈ હતી. જે લગભગ 4 મહિના પહેલા બંધ કરી દેવામાં આવી હતી.

કંપનીએ હવે તેને ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. લોકોને હવે આકાશમાં ફરવાની સાથે સાથે અમદાવાદને અવકાશમાંથી જોવાનો મોકો પણ મળશે. કંપનીએ 12મી ઓગસ્ટથી આ જોયરાઈડ શરૂ કરવાની જાહેરાત કરી છે.

એરચાર્ટર કંપનીએ તેનાં ઓફિશિયલ નિવેદનમાં જણાવ્યું છે કે, અમદાવાદમાં જોયરાઇડ ફરી શરૂ થશે. તે 12 ઓગસ્ટથી 10 મિનિટની જોયરાઈડ ફરી શરૂ કરશે. એક રાઈડમાં કુલ 5 લોકો બેસી શકશે.

એક વ્યક્તિની કિંમત 2,478 રૂપિયા હશે. જ્યારે કંપનીએ જાન્યુઆરી 2022માં આ સર્વિસ શરૂ કરી હતી ત્યારે ભાડું ઓછું હતું. કંપનીએ તેમાં 5 ટકાનો વધારો કર્યો છે. જ્યારે કંપનીએ સર્વિસ બંધ કરી ત્યારે એડવાન્સ બુકિંગ કરનારા લોકોની રકમ પરત કરવામાં આવી હતી.

કંપનીના જણાવ્યા અનુસાર, 10 મિનિટની જોયરાઇડ સર્વિસ શનિવાર અને રવિવારે તેમજ ચોક્કસ જાહેર રજાઓ પર ઉપલબ્ધ રહેશે. જેમાં 1 દિવસમાં 75 જેટલા મુસાફરો આનંદ માણી શકશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સાયન્સ સિટીનો રૂટ એટીસીની મંજૂરી મુજબ રાખવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, છેલ્લો કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યાં સુધીમાં 7,500 લોકોએ અમદાવાદમાં જોયરાઈડનો આનંદ માણ્યો હતો.

જોયરાઈડ માટેનું બુકિંગ દરેક સમયે 100 ટકા ફુલ હતું. સાબરમતી રિવરફ્રન્ટ પરની આ સર્વિસ ચાર મહિના પહેલા બંધ કરવામાં આવી હતી, પરંતુ રિવર ક્રુઝ સેવા શરૂ થઈ ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર લોકોને એકસાથે પહેલી વખત રિવરક્રુઝ અને હેલિકોપ્ટર જોયરાઈડની સર્વિસ મળશે.

નોંધનીય છે કે અમદાવાદમાં હેલિકોપ્ટરની જોયરાઈડ્સની મજા તમે દર શનિવાર અને રવિવાર તેમજ ચોક્કસ જાહેર રજાઓ પર માણી શકશો. આ જોયરાઈડનો અંદાજિત સમય 10 મિનિટનો છે. આ જોયરાઈડનું ભાડું 2,478 પ્રતિ વ્યક્તિ પ્રતિ રાઈડ છે. આ જોયરાઈડ માટેનું સમયપત્રક અને ઓનલાઈન બુકિંગની માહિતી એરોટ્રાન્સની વેબસાઈટ પરથી મળી રહેશે.

આ પણ વાંચો… Rahul Gandhi Parliament Membership Reinstated: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો