Rahul Gandhi 2

Rahul Gandhi Statement: મૈં ઝુકેગા નહીં; સંસદ સભ્યપદ રદ થયા પછી રાહુલ ગાંધી કહી આ વાત

Rahul Gandhi Statement: હું ભારતના લોકતંત્ર માટે લડી રહ્યો છું અને લડતો રહીશ: રાહુલ ગાંધી

નવી દિલ્હી, 25 માર્ચ: Rahul Gandhi Statement: રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ કરવાને લઈને દેશભરમાં ભારે રાજકીય ખળભળાટ મચી ગયો છે. રાહુલને લઈને દિલ્હીથી મુંબઈ સુધી હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન આજે રાહુલ ગાંધી તેમના સભ્યપદ અને ગેરલાયક ઠરવા અંગે મીડિયા સામે આવ્યા છે.

તેમની સજા અને સંસદનું સભ્યપદ રદ્દ થવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. અદાણીજીની શેલ કંપનીઓ છે તેમાં કોઈએ 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. આ 20 હજાર રૂપિયા કોના છે? મેં આ પ્રશ્ન પૂછ્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણી અને મોદી વચ્ચેનો સંબંધ નવો નથી, ઘણો જૂનો છે. મોદી જ્યારે ગુજરાતના સીએમ બન્યા હતા, ત્યારથી સંબંધ છે. મેં સંસદમાં પુરાવા આપ્યા, અદાણી અને પીએમ મોદીના સંબંધો વિશે વાત કરી. નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટ આપવામાં આવ્યા, મેં સંસદમાં આ અંગે વાત કરી.

રાહુલે કહ્યું કે મંત્રીઓ સંસદમાં મારા વિશે ખોટું બોલ્યા. એવો આરોપ લગાવ્યો કે મેં વિદેશી શક્તિઓ પાસેથી મદદ માંગી. રાહુલે કહ્યું કે વિદેશમાંથી કોઈ મદદ માંગી નથી. મેં સ્પીકરને પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ આપ્યો હતો. મારા ભાષણનો ભાગ કાઢી નાખવામાં આવ્યો.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું. નરેન્દ્ર મોદી સાથે અદાણીનો શું સંબંધ છે? હું આ લોકોથી ડરતો નથી. જો તેઓ વિચારે છે કે મારું સભ્યપદ રદ કરીને, ડરાવી-ધમકાવીને, મને જેલમાં મોકલીને, મને બંધ કરાવી શકે છે. હું ભારતના લોકતંત્ર માટે લડી રહ્યો છું અને લડતો રહીશ.

રાહુલ ગાંધીએ કહ્યું કે સ્પીકરે મને કેમ બોલવા ન દીધો. તેઓ મને ધમકી આપીને ચૂપ ન કરાવી શકે. હું કોઈથી ડરતો નથી, દેશના હિતમાં બોલતો રહીશ. મને ગેરલાયક ઠેરવીને મારો અવાજ બંધ ન કરી શકે. 

સુરત કોર્ટના નિર્ણય બાદ સંસદ સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું જનતાની વચ્ચે રહીશ, આ જ મારું કામ છે. રાહુલે કહ્યું કે ભારત જોડો યાત્રાનું મારું કોઈ પણ ભાષણ જોઈ લો, મેં હંમેશા કહ્યું છે કે તમામ સમાજ એક છે. નફરત, હિંસા ન હોવી જોઈએ. આ ઓબીસીનો મામલો નથી, આ નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચેના સંબંધોનો મામલો છે.

ભાજપ ધ્યાન હટાવવાનું કામ કરે છે, ક્યારેક ઓબીસીની વાત કરશે, તો ક્યારેક વિદેશની વાત કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંસદની અંદર હોઉં કે બહાર તેનાથી મને કોઈ ફરક નથી પડતો. મારે મારી તપસ્યા કરવી છે, હું કરી બતાવીશ.

આ પણ વાંચો: Nitin Gadkari On toll plaza: ટોલ પ્લાઝાને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત, જાણો શું કહ્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો