Nitin Gadkari

Nitin Gadkari On toll plaza: ટોલ પ્લાઝાને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત, જાણો શું કહ્યું

Nitin Gadkari On toll plaza: 6 મહિનામાં દૂર થઈ જશે ટોલ બૂથ, વાહનો તેજ રફ્તારથી પહોંચી જશે પોતાના મુકામે: નીતિન ગડકરી

નવી દિલ્હી, 25 માર્ચ: Nitin Gadkari On toll plaza: જો તમે પણ તમારી કાર સાથે હાઈવે પર મુસાફરી કરો છો, તો તમને ટોલ પ્લાઝા પર વિતાવેલો સમય ગમશે નહીં. ટોલ પ્લાઝા પર લાગતો સરેરાશ સમય ઘટાડવા સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સરકાર દેશના હાઈવે પરના હાલના ટોલ પ્લાઝાને દૂર કરવા માટે આગામી છ મહિનામાં જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ અને અન્ય ટેક્નોલોજી રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી હતી.

હાઈવે પર વાહનોના જામથી બચાવવાનો હેતુ

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ હાઈવે પર વાહનોને જામથી બચાવવાનો છે. ગડકરીએ ઈન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) પાસે હાલમાં 40 હજાર કરોડ રૂપિયાની ટોલ આવક છે.

આગામી બે-ત્રણ વર્ષમાં તે વધીને 1.40 લાખ કરોડ થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દેશના હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝાને દૂર કરવા માટે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ જેવી ટેક્નોલોજી લાવવાનું વિચારી રહી છે. અમે છ મહિનામાં નવી ટેક્નોલોજી લાવીશું.

ટેસ્ટિંગ મોડ પર ચાલી રહ્યું છે કામ 

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય વાહનોને રોક્યા વિના ટોલ વસૂલવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ (ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા) માટે ટ્રાયલ પ્લાન પર કામ કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનનો સરેરાશ સ્ટોપિંગ સમય 8 મિનિટનો હતો. 2020-21 અને 2021-22માં FASTagના આવ્યા પછી ટોલ પ્લાઝા પર વાહનોનો સરેરાશ રોકવાનો સમય ઘટીને 47 સેકન્ડ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, નીતિન ગડકરી સતત દેશના હાઈવે સુધારવા પર સક્રિયપણે કામ કરી રહ્યાં છે. જ્યારથી તેમણે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય સંભાળ્યું છે, ત્યારથી દેશમાં અનેક નવા હાઈવે તથા નવી ટેક્નોલોજી લોન્ચ કરી છે. 

આ પણ વાંચો: Issy wong hat trick: ઈસી વોંગે હેટ્રિક લઈને રચ્યો ઈતિહાસ, ફાઇનલમાં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો