sabarmati station 600x337 1

Rajdhani Express stoppage at Sabarmati station: અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ઉભી રહેશે

Rajdhani Express stoppage at Sabarmati station: 23 ડિસેમ્બર 2021થી, અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ઉભી રહેશે.

 અમદાવાદ, ૨૨ ડિસેમ્બરઃ Rajdhani Express stoppage at Sabarmati station: મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 12957/12958 અમદાવાદ-નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેનને 23મી ડિસેમ્બર 2021થી પ્રાયોગિક ધોરણે 6 મહિના માટે સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. 

જે નીચે મુજબ છે:-

 ટ્રેન નંબર 12957 અમદાવાદ–નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ સાબરમતી 18:02/18:04 વાગ્યે આવશે/પ્રસ્થાન કરશે અને મહેસાણા સ્ટેશન પર 18:48/18:50 વાગ્યે મહેસાણા પહોંચશે/પ્રસ્થાન કરશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ મહેસાણા 07:50/07:52 કલાકે અને સાબરમતી સ્ટેશન પર 08:50/08:52 કલાકે પહોંચશે/પ્રસ્થાન કરશે.

ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને ટ્રેનના બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.  પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPsનું પાલન કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો…Exam postponed: ગાંધીનગર મનપાની જુનિયર ટાઉન પ્લાનરની પ્રાથમિક પરીક્ષા હાલ પુરતી સ્થગિત રખાઈ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj