Rajiv gandhi death anniversary

Rajiv gandhi birth anniversary: આજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની ૭૮મી જન્મજયંતી, નિમિતે જયરામ રમેશજીએ આપ્યું આ નિવેદન

Rajiv gandhi birth anniversary: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, મહામંત્રી કોમ્યુનીકેશન ડીપાર્ટમેન્ટના ચેરમેન અને રાજ્યસભા સાંસદ સભ્ય જયરામ રમેશનું નિવેદન

નવી દિલ્હી, 20 ઓગષ્ટઃ Rajiv gandhi birth anniversary: વડાપ્રધાન તરીકે દેશની સેવા માટે તેઓને એક કાર્યકાળ મળ્યો હતો, જેમાં ઇતિહાસ અને દૂરગામી સિદ્ધીઓ માટે તેમને યાદ કરવામાં આવે છે, તેમાંથી 6 ઉપલબ્ધિઓ સ્પષ્ટપણે તેમના વ્યક્તિત્વ, પ્રતિબદ્ધતા, નેતૃત્વ કૌશલ્યને દર્શાવે છે.

(1) રાજીવજીએ સુચના ક્રાંતિનો પાયો નાખ્યો જેથી ભારતમાં સંપૂર્ણપણે બદલાવ આવ્યો. અને ભારત દેશએ કોમ્પ્યુટર, દૂરસંચાર અને સોફ્ટવેર ડેવલપમેન્ટના યુગમાં પ્રવેશ કર્યો. તેમણે સામાજિક મુશ્કેલીઓનો ઉકેલ મેળવવા માટે ટેક્નોલોજીની શરૂઆત કરી, જેનાંથી ઘણા ફાયદાઓ થયા ઉદાહરણ તરીકે ભારત વેક્સિન-રસી ઉત્પાદનમાં વિશ્વના અગ્રણી દેશ બન્યો અને આપણે પોલિયોથી મુક્ત થયા.

(2) તેઓ પંચાયતો અને નગરપાલિકાઓની મહિલાઓ માટે એક તૃતીયાંશ સભ્યોના આરક્ષણ માટેનો સંવૈધાનિક દરજ્જો આપવાવા વ્યક્તિગત નેતૃત્વ કર્યું જેઓ સ્વશાસનની અસરકારક સંસ્થાના રૂપમાં ઉભર્યા. આ સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટાયેલ ૧૪ લાખ મહિલાઓએ તેમની દૃઢ સંકલ્પનું સન્માન છે

આ પણ વાંચોઃ Janmastmi and Ramanad swami jayanti: કુમકુમ મંદિર ખાતે જન્માષ્ટમી અને રામાનંદસ્વામીની જયંતી ઉજવાઈ

(3) રાજીવ ગાંધીજીએ અસમ, પંજાબ, મિઝોરમ અને દાર્જિલિંગ જેવા અશાંત શ્રેત્રોમાં શાંતિ સ્થપાવા અને વિકાસ પથ પર લાવવા કેટલીય મંત્રણાઓ કરી

(4) આદરણીય રાજીવ ગાંધીજીએ યુવાનોને ૧૮ વર્ષે મતાધિકાર આપ્યો. યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક જીલ્લામાં નવોદય વિદ્યાલયોનું નેટવર્ક તૈયાર કર્યું સાથોસાથ સ્વામી વિવેકાનંદજીની જયંતીને “રાષ્ટ્રીય યુવા દિવસ” તરીકે ઘોષિત કરી.
(5) પવિત્ર ગંગા નદીની સફાઈ માટે “ ગંગા કાર્ય યોજના” તેમજ વેરાન જમીનના વનીકરણ માટે “રાષ્ટીય વેરાન જમીન વિકાસ બોર્ડ”ની સ્થાપના કરી. પર્યાવરણની રક્ષા માટે રાજીવજીએ એક વ્યાપક કાયદો બનાવ્યો. સાથોસાથ ઉદારીકરણની પ્રકિયા શરુ કરી જેની કોંગ્રેસ પક્ષના ચુંટણી ઢંઢેરા પર તેની છાપ હતી જેનાંથી ૧૯૯૧ના આર્થિક સુધારાનો માર્ગ પ્રશસ્ત થયો

(6) રાજીવ ગાંધીજીએ ચીન અને પાકિસ્તાન સાથે લાંબા સમયથી ચાલતા મુદ્દાઓને હલ કરવા મહત્વપૂર્ણ પહેલ કરી તથા સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક અને પૂર્ણ પરમાણું નિશસ્ત્રીકરણ માટે એક કાર્ય યોજના પ્રસ્તુત કરી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતના આ વીર સપુતને સલામ કરે છે અને રાજીવ ગાંધીએ જીવનપર્યંત પાલન, સમર્થન અને આચરણ કરેલ આદર્શો, સિદ્ધાંતો, મુલ્યો અને મુદ્દાઓ પ્રતિ અમે સમર્પિત છીએ.

આ પણ વાંચોઃ Ratri before Navratri: 3 વર્ષથી કોરોના બાદ સામાજિક, ઓકલેન્ડમાં શરૂ થયો છે નવરાત્રિ ફિવર

Gujarati banner 01