Ram mandir Ayodhya edited

રામ મંદિર(Ram mandir)ની જમીન ખરીદીમાં વિવાદ, 5 મિનિટ 5 સેકંડમાં 2 કરોડની જમીન 18.5 કરોડની થઈ ગઈ- જાણો શું છે કારણ?

નવી દિલ્હી, 15 જૂનઃRam mandir: સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. લોકોએ પણ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ખુલ્લેઆમ દાન આપ્યું છે. દેશના દરેક ભાગના લોકોએ કરોડો દાનના રૂપમાં આપ્યા છે. આ ઉપરાંત શ્રી રામ(Ram mandir) જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પણ મંદિરને ભવ્ય દેખાડવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ આ દરમિયાન ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે.

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે અયોધ્યાના રામમંદિર(Ram mandir) નિર્માણ કરાવી રહેલા રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. સંજય સિંહે આ મામલે CBI અને ED પાસે તપાસની માંગ કરી છે. તેમણે દાવો કરતાં કહ્યું કે ચંપત રાયે અનિલ મિશ્રાની મદદથી બે કરોડની જમીન 18 કરોડમાં ખરીદી. આ મામલો સીધો મની લોન્ડરિંગનો છે.

Ram mandir

સંજય સિંહનો દાવો છે કે અયોધ્યાના તલાટીના બીજેસી ગામમાં પાંચ કરોડ 80 લાખની જમીન સુલતાન અન્સારી અને રવિ મોહન તિવારીએ કુસુમ પાઠક પાસેથી બે કરોડ રૂપિયામાં ખરીદી. આપના સાંસદે કહ્યું કે, રામ(Ram mandir) જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાય સાંજે 7.10 વાગ્યે થયેલી આ જમીન ખરીદીમાં સાક્ષી બન્યા હતા. આક્ષેપ પણ કર્યો હતો કે તેના પાંચ મિનિટ પછી જ ચંપત રાયે તે જ જમીન સુલતાન અંસારી અને રવિ મોહન તિવારી પાસેથી સાડા 18 કરોડમાં ખરીદી હતી, જેમાંથી 17 કરોડ રૂપિયા આરટીજીએસ દ્વારા એડવાન્સ તરીકે આપવામાં આવ્યા હતા. સંજય સિંહનો દાવો છે કે આ જમીનનો ભાવ પ્રતિ સેકન્ડ પાંચ લાખ રૂપિયા વધ્યો.

સંજય સિંહે કહ્યું કે આ જમીન(Ram mandir) ખરીદમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે અને હું પ્રધાનમંત્રી મોદી અને સરકાર પાસે તાત્કાલિક ED અને સીબીઆઇ તપાસની માંગ કરું છું. કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે ભગવાન રામના નામ પર દાન લઈને ગોટાળો કરવામાં આવી રહ્યો છે. સિંહે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ વખતે આરોપ લગાવ્યો કે ટ્ર્સટના મહાસચિવ ચંપત રાયે સંસ્થાના સદસ્ય અનિલ મિશ્રાની મદદથી બે કરોડ રૂપિયાની કિંમતની જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

અધ્યોધ્યાની જમીનની ભાવને લઇ સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે આ સીધો ફ્રોડનો મામલો છે અને સરકાર તેની સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે તપાસ કરાવો. જોકે રાયે આરોપને ફગાવી નાખ્યા છે. મોડી રાતે તેમના તરફથી પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી. પ્રેસ રિલીઝમાં રામ જન્મભુમિ ત્રીથ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચમ્પતના હવાલે કરવામાં આવ્યું છે કે 9 નવેમ્બર, 2019એ શ્રી રામ(Ram mandir) જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટનો આદેશ જાણ્યા બાદ અયોધ્યામાં જમીન ખરીદવા માટે દેશને ઘણા લોકો આવવા લાગ્યા છે. ત્યાં જ ઉત્તર પ્રદેશ સરકાર પોતે અયોધ્યાના વિકાસ માટે મોટી માત્રામાં જમીન ખરીદી રહી છે. જેના કારણે અયોધ્યામાં જમીનોના ભાવ વધી ગયા છે.

આ પણ વાંચો….

Acid Reflux : શું તમને પણ જમ્યા પછી તરત ખાટ્ટા ઓડકાર આવે છે? જાણો શું તેની પાછળનું કારણ?