Ram mandir Ayodhya edited

Ram Mandir Inauguration Ceremony: પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપનાર મહેમાનો ખાલી હાથે પાછા નહીં ફરે, મળશે આ ખાસ ભેટ

Ram Mandir Inauguration Ceremony: સમારોહમાં આમંત્રિત મહેમાનો અને લોકોને મંદિર સંકુલની માટી ભેટ તરીકે આપવામાં આવશે

અમદાવાદ, 13 જાન્યુઆરીઃ Ram Mandir Inauguration Ceremony: ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખબર હોય કે મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. આ કાર્યક્રમમાં 11 હજારથી વધુ મહેમાનો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમમાં આવનાર લોકોને ખાસ ભેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ટ્રસ્ટના એક સભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શણની થેલીમાં પેક રામ મંદિરનો 15 મીટરનો ફોટો રજૂ કરવામાં આવશે. સમારોહમાં આમંત્રિત મહેમાનો અને લોકોને મંદિર સંકુલની માટી ભેટ તરીકે આપવામાં આવશે. આ સાથે દેશી ઘીમાંથી બનેલા 100 ગ્રામ મોતીચૂર લાડુ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો… 10th Vibrant Gujarat Global Summit: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી શૃંખલાનો સમાપન સમારોહ યોજાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો