Ram Mandir Prasad Cheating: પ્રસાદની આડમાં લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, એમેઝોનને ફટકારવામાં આવી નોટિસ

Ram Mandir Prasad Cheating: નોટિસ મળ્યા પછી કંપનીએ પ્લેટફોર્મ પરથી રામ મંદિરનો પ્રસાદ વેચવાનો વિકલ્પ હટાવી દીધો

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ Ram Mandir Prasad Cheating: અયોધ્યાના નામે મીઠાઈઓ વહેંચવાની ઘણી છેતરપિંડી થઈ રહી છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ આ જ સંદર્ભે એમેઝોનને શ્રીરામ મંદિર અયોધ્યા પ્રસાદના નામે મીઠાઈઓ વેચવા બદલ નોટિસ ફટકારી છે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, CCPAએ નોટિસ જારી થયાના સાત દિવસની અંદર એમેઝોન પાસેથી જવાબ માંગ્યો છે.

નોટિસ મળ્યા પછી પ્રસાદ વેચવાનો વિકલ્પ હટાવી દેવામાં આવ્યો

નોટિસ મળ્યા પછી કંપનીએ હવે પ્લેટફોર્મ પરથી રામ મંદિરનો પ્રસાદ વેચવાનો વિકલ્પ હટાવી દીધો છે. સાથે જ કાર્યવાહી અંગે એમેઝોને મીડિયાને જણાવ્યું કે, તેમને CCPA તરફથી માહિતી મળી છે કે કેટલાક વિક્રેતાઓ એમેઝોન પ્લેટફોર્મ પર ખોટા દાવા સાથે ઉત્પાદનો વેચી રહ્યા છે. અમે તેમની તપાસ શરૂ કરી. અમારી નીતિ મુજબ, અમે આ વિક્રેતાઓ સામે યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ.

આ પણ વાંચો… Inter School Sports Competition: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો