Ramleela artist dies

Ramleela artist dies: રામલીલામાં સ્ટેજ પર મહાદેવની ભૂમિકા ભજવતા કલાકારનું મોત નિપજ્યુ

Ramleela artist dies: ભગવાન શિવ શંકરની ભૂમિકા ભજવી રહેલા રામ પ્રસાદ ઉર્ફે છબ્બન પાંડેનું રામલીલાના મંચન દરમિયાન હાર્ટ એટેકથી અવસાન થયું

નવી દિલ્હી, 12 ઓક્ટોબરઃ Ramleela artist dies: યુપીના જૌનપુરના મછલીશહરમાં આદર્શ રામલીલા સમિતિમાં ભગવાન શિવ શંકરની ભૂમિકા ભજવી રહેલા રામ પ્રસાદ ઉર્ફે છબ્બન પાંડેનું રામલીલાના મંચન દરમિયાન હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ઘટના બાદ રામલીલા મેદાનમાં સન્નાયો છવાઈ ગયો હતો.

કલાકારના મૃત્યુ બાદ રામલીલા મુલતવી રાખવામાં આવી હતી. કલાકારના મૃત્યુ બાદ પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રામ પ્રસાદ છેલ્લા પાંચ વર્ષથી ભગવાન શિવની ભૂમિકા ભજવી રહ્યા હતા.

આ પણ વાંચોઃ Railway Notice sent to Hanumanji: રેલવે વિભાગે હનુમાનજીને મોકલી નોટિસ, જમીન ખાલી કરો નહીંતર કાર્યવાહી કરાશે- વાંચો શું છે મામલો?

મછલીશહર કોતવાલી વિસ્તારના બેલાસીન ગામમાં સોમવારે રાત્રે રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આરતી સમયે ભગવાન શંકરનું પાત્ર ભજવી રહેલા રામ પ્રસાદ પાંડેને સ્ટેજ પર જ હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનાના પગલે અફરાતફરી મચી ગઈ હતી.

ગામના લોકો અને આસપાસના લોકોને આ સમાચાર મળતા જ તેઓ પોતાના ઘરેથી દોડીને રામલીલા મેદાન પહોંચ્યા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ રામ પ્રસાદ પાંડેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ Train cancel news: રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 19 ઓક્ટોબર સુધી રેલ ટ્રાફિકને અસર

Gujarati banner 01