high court divorce approved

Muzaffarnagar kawal riots case: મુઝફ્ફરનગર કવાલ કાંડ 2013 મામલે કોર્ટનો ચુકાદો, બીજેપી MLA સહિત 12 લોકોને 2-2 વર્ષની જેલની સજા

Muzaffarnagar kawal riots case: કોર્ટે દોષિતોને બે વર્ષની જેલ અને 10-10 હજારનો દંડ પણ ફટકાર્યો

નવી દિલ્હી, 12 ઓક્ટોબરઃ Muzaffarnagar kawal riots case: મુઝફ્ફરનગર કવાલ કાંડ મામલે મંગળવારે 2013ના રમખાણો પહેલા બનેલા કવાલ કાંડ સાથે સંબંધિત એક કેસમાં ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈની સહિત 12 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલ અને 10-10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.  જોકે, સજા સંભળાવ્યા બાદ જ ભાજપના ધારાસભ્ય સહિત તમામ 12 દોષિતોને કોર્ટમાંથી જ જામીન મળી ગયા હતા.

27 ઓગસ્ટ 2013ના રોજ મુઝફ્ફરનગર જિલ્લાના કવાલ ગામમાં ગૌરવ અને સચિનની હત્યા બાદ પોલીસે ખતૌલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈની સહિત 28 લોકો પર 147, 148, 149, 307, 336, 353,504 અને 506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

All 7 seven accused convicted by court in Kawal double murder case which  had triggered the 2013 Muzaffarnagar riots

આ પણ વાંચોઃ Ramleela artist dies: રામલીલામાં સ્ટેજ પર મહાદેવની ભૂમિકા ભજવતા કલાકારનું મોત નિપજ્યુ

આ જ કેસમાં ધારાસભ્ય વિક્રમ સૈની સહિત 28માંથી 12 લોકોને મુઝફ્ફરનગરની એમપી-એમએલએ અદાલતે બે-બે વર્ષની સજા ફટકારી છે અને પ્રત્યેકને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે 15 લોકોને આ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન એક આરોપીનું મૃત્યુ થઈ ગયુ હતું.

ઉલ્લેખનીય છે કે, આ મામલાની માહિતી આપતા ધારાસભ્ય વિક્રમ સૈનીના વકીલ ભરતવીર સિંહ અહલાવતે કહ્યું કે, ધારાસભ્ય પર લોકોને મુસ્લિમો વિરુદ્ધ ભડકાવવાનો આરોપ છે. તે સમયે સાત-આઠ લોકો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અને બાકીના ભાગી ગયા હતા. ભાગી છૂટેલા તમામને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા પરંતુ જેઓ સ્થળ પર પકડાયા હતા તેઓને બે વર્ષની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધારાસભ્ય વિક્રમ સૈની પણ આમાં સામેલ છે.

આ પણ વાંચોઃ Railway Notice sent to Hanumanji: રેલવે વિભાગે હનુમાનજીને મોકલી નોટિસ, જમીન ખાલી કરો નહીંતર કાર્યવાહી કરાશે- વાંચો શું છે મામલો?

Gujarati banner 01