Rathyatra accident

Rathyatra accident : રથયાત્રા દરમિયાન રથ લાઇવ વાયરના સંપર્કમાં આવી જતાં 2 બાળક સહિત 11નાં ઘટના સ્થળે જ મોત, 15 લોકો ઘાયલ

Rathyatra accident: કાલીમેડુના અપ્પર મંદિરમાં પાલકીની સાથે ઉભેલા લોકો અચાનક હાઈ-ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આવવાના પગલે આગ લાગી

નવી દિલ્હી, 27 એપ્રિલઃRathyatra accident: તમિલનાડુના તંજાવુર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક મંદિરનો રથ લાઈવ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. જેમાં બે બાળકો સહિત 11 લોકોના મૃત્યુ થયા છે અને 15 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બુધવારે સવારે બની છે. કાલીમેડુના અપ્પર મંદિરમાં પાલકીની સાથે ઉભેલા લોકો અચાનક હાઈ-ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આવવાના પગલે આગ લાગી હતી.

આ પણ વાંચોઃ District Planning Board meeting for the financial year 2022-23: નાણાકીય વર્ષ 2022-23ના જિલ્લા આયોજન મંડળની બેઠક ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ

રાજ્યના CM એમ કે સ્ટાલિને પીડિતોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તે આજે સવારે 11.30 વાગ્યે તંજાવુર પહોંચશે અને ઘાયલોની મુલાકાત કરશે.દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરાયાઅધિકારીઓએ જણાવ્યું કે ઉપરથી વીજળીના વાયરો જવાના કારણે મંદિરની પાલકીને પરત વળાવતી વખતે ભારે મુશ્કેલી સર્જાઈ હતી.

તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે જે લોકોના મૃત્યુ થયા છે, તેમાં બે બાળકો પણ સામેલ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વી બાલકૃષ્ણાના જણાવ્યા અનુસાર હાલ આ મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં રથ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Rashes Tips for Summer Season: ગરમીની સીઝનમાં પીઠ અને હાથ પર ફોલ્લી થવા લાગે છે તો કરો આ એક પ્રયોગ… વાંચો આ સમર ટિપ્સ

Gujarati banner 01