Seat Belt Alarms

Rear Seat Belt Alarms: દેશમાં આ તારીખથી રીઅર સીટ બેલ્ટ એલાર્મ ફરજિયાત, પાલન ન કરવા પર 1000 રૂપિયાનો થશે દંડ

Rear Seat Belt Alarms : સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

નવી દિલ્હી, 17 માર્ચઃ Rear Seat Belt Alarms: કારમાં મુસાફરી કરતા સમયે સુરક્ષાના ભાગરૂપે સીટ બેલ્ટ પહેરવું જોઈએ. જો કે, કેટલાક લોકો કારમાં સીટ બેલ્ટ પહેરતા નથી. આ સાથે જ ઘણા પેસેન્જર પણ સીટ બેલ્ટ પહેરતા નથી. ત્યારે હવે પાછળની સીટ પર બેઠેલા પેસેન્જરે સીટ બેલ્ટ નહીં પહેર્યો હશે તો ટૂંક સમયમાં કારમાં એલાર્મ વાગશે.

સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલ, 2025થી દેશમાં વેચાતી તમામ કારમાં ‘રીઅર સીટ બેલ્ટ એલાર્મ’ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Nyay Sankalp Padyatra: આજે રાહુલ ગાંધીએ 63 દિવસીય ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું સમાપન કર્યું, કહ્યું- ગરીબ અને યુવાનો સાથે થઇ રહ્યો છે અન્યાય

કારમાં સીટ બેલ્ટ એલાર્મ એક આવશ્યક સેફ્ટી ફીચર છે. આ સેફ્ટી ફીચર કારમાં મુસાફરી કરી રહેલા મુસાફર દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા પર બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ બંધ થતો નથી. એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, નોટિફિકેશન ફક્ત રીઅર સીટ બેલ્ટના એલાર્મ માટે છે, આ સિવાય અન્ય કોઈ નવી જોગવાઈ કરવામાં આવી નથી.

હાલમાં, ડ્રાઇવર અને આગળની સીટના મુસાફરો માટે ઇન-બિલ્ટ સીટ બેલ્ટ રીમાઇન્ડર્સ ફરજિયાત છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR)ના નિયમ 138 (3) હેઠળ સીટ બેલ્ટ ન પહેરનાર પાછળ બેઠેલા મુસાફર પાસેથી 1,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો ઉદ્દેશ્ય ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની દુર્ઘટના બાદ મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવાનો છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો