kisan andolan

હવે તો હદ થઇઃ લાલ કિલ્લા પરથી તિરંગો હટાવીને, આંદોલનકારી ખેડૂતોએ લહેરાવ્યો પોતાનો ઝંડો, જુઓ વીડિયો

kisan andolan

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ દિલ્હીમાં ખેડૂતોનું ટ્રેક્ટર પરેડ હવે ઉગ્ર થઈ ગયું છે. ઘણા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા છે. આ મામલે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. અંદાજીત બે ડઢન ટ્રેક્ટરમાં સવાર અસંખ્ય ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા છે. જ્યાં તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ જગ્યા પર દિલ્હી પોલીસના જવાનો પણ પહોંચ્યા છે. લાલ કિલ્લા પર પ્રદર્શન કારીઓએ હંગામો પણ શરૂ કર્યો છે. સાથે સાથે સંગઠનનો ઝંડો પણ લહેરાવી દીધો છે. આ ઝંડો જ્યાં લહેરાવ્યો છે, જ્યાં 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી તિંરગો લહેરાવે છે.

દિલ્હીમાં યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી હિંસક બની છે. ખેડૂતોની ટ્રેક્ટર પરેડ તેના નિયત રુટથી હટીને લાલ કિલ્લા સુધી પહોંચી હતી. આ દરમ્યાન ઠેરઠેર દિલ્હી પોલીસ અને ખેડૂત પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. આ પહેલા આઇટીઓ વિસ્તાર પર સ્થિતી વધુ વણસી હતી.

Whatsapp Join Banner Guj

અહીં પોલીસના જવાનો અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા, જેના કારણે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. પ્રદર્શન કરી રહેલા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટિઅર ગેસના સેલ પણ છોડ્યા. આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોલીસના વાહનોને પણ નિશાન બનાવાયા… તો અનેક બસોમાં પણ મોટા પાયે તોડફોડ આચરવામાં આવી.

આ પણ વાંચો…

Republic day:લદ્દાખમાં બરફની ચાદર વચ્ચે ભારતીય જવાનોએ કર્યું ધ્વજવંદન, માઈનસ તાપમાનમાં બતાવ્યો સાહસનો પરચો