facebook

Retrenchment of employees in Meta: માઇક્રોસોફ્ટ પછી હવે આ કંપની પણ કરશે કર્મચારીઓની છંટણી, વાંચો…

Retrenchment of employees in Meta: હવે આ જ લીસ્ટમાં મેટાની માલિકીનું ફેસબુક પણ જોડાઈ શકે છે

નવી દિલ્હી, 25 ઓક્ટોબર: Retrenchment of employees in Meta: હાલમાં જ માઈક્રોસોફ્ટ દ્વારા 1000 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા છે. ત્યાં જ હવે આ જ લીસ્ટમાં મેટાની માલિકીનું ફેસબુક પણ જોડાઈ શકે છે. દુનિયાભરમાં અલગ-અલગ સેક્ટરની મોટી કંપનીઓ કર્મચારીઓને નિકાળી રહી છે. મંદીની આશંકાઓ હવે સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ મેટાના શેરધારકોએ અલ્ટીમેટર કેપિટલ મેનેજમેન્ટનાં ફાઉન્ડર ઝુકરબર્ગને ખુલ્લો પત્ર લખ્યો છે અને માંગણી કરી છે કે કંપનીએ નોકરીઓ તેમજ મૂડી ખર્ચમાં વધારો કરવાની જરુર છે. ઓછામાં ઓછા 20 ટકા કર્મચારીઓને છુટા કરવાની સલાહ આપી છે. એની સાથે જ મૂડી ખર્ચમાં ઘટાડો ઓછો કરીને 5 મીલિયન ડોલર થી 25 મિલીયન ડોલર મૂડી ખર્ચ ઘટાડવામાં આવે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રોયલ ફિલીપ્સ અનવીએ 4000 લોકોને છુટા કરવાની નિર્ણય લીધો છે. એકસાથે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહેલી કંપનીને વર્ષનો ત્રીજો ક્વાટર પસાર થયા બાદ આ નિર્ણય લીધો છે. માઈક્રોસોફટે પણ 1000 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીના જુદા જુદા વિભાગોમાં આ છટણી કરવામાં આવી છે. આ પહેલા આઈફોન બનાવતી એપ્પલ કંપનીએ પણ કર્મચારીઓને છુટા કરવાની વાત કરી હતી.

આ પણ વાંચો: Unilever shampoos: યુનિલિવરે પરત ખેંચ્યા અનેક પ્રકારના ડ્રાય શેમ્પૂ, જાણો શું છે કારણ…

Gujarati banner 01