Fire in dhaka bangladesh

Fire in Dhaka: ઢાકામાં સાત માળની એક ઈમારતમાં ભીષણ આગ, 43 લોકોનાં મોત- વાંચો વિગત

Fire in Dhaka: આ ઘટનામાં 22 લોકો ઘાયલ, હજી ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધવાની શક્યતા

નવી દિલ્હી, 01 માર્ચઃ Fire in Dhaka: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની એક ઈમારતમાં ભીષણ આગની ઘટના બની હતી. જેમાં અત્યાર સુધીમાં 43થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે ઘાયલોને આંકડો 22ને વટાવી ગયો છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધવાની શક્યતા છે. 

આ ઘટના ગુરુવારે રાતે 9:50 વાગ્યે બની હતી. અહીં ફર્સ્ટ ફ્લોર પર આવેલી એક રેસ્ટોરાંમાં આગની શરૂઆત થઈ હતી. જે ધીમે ધીમે ઉપરના માળાઓ સુધી ફેલાઈ ગઇ હતી. એક અધિકારીએ કહ્યું કે આગ લાગવાને કારણે ઈમારતમાં 75થી વધુ લોકો ફસાઈ ગયા હતા જેમાં 42 બેભાન થઇ ગયા હતા. આ લોકોને ઈમારતથી હેમખેમ બહાર લવાયા હતા. 

આ પણ વાંચોઃ Russian Ukraine War : નોકરીની લાલચે રશિયા ગયેલા યુવાનોના હાથમાં બંદૂકો આપી યુદ્ધ લડવા કર્યા મજબૂર, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો