SAI20 meeting held in Guwahati

SAI20 meeting held in Guwahati: ગુવાહાટીમાં SAI20ની બેઠક યોજાઇ

SAI20 meeting held in Guwahati: ગુવાહાટીમાં SAI20ની બેઠક યોજાઇ, ‘બ્લૂ ઇકોનોમી’ અને ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ પર ચર્ચા થઇ

  • કેગ ગિરિશ ચંદ્ર મુર્મૂએ SAI20ના વરિષ્ઠ અધિકારીઓની બેઠકને સંબોધિત કરી
  • – આઝાદીના અમૃત મહોત્સવ પર એક ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું*
  • SAI20ની બેઠક 15 માર્ચના સમાપ્ત થશે

ગુવાહાટી, 13 માર્ચ: SAI20 meeting held in Guwahati: સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન (SAI20 )ના વરિષ્ઠ અધિકારીઓની પહેલી બેઠક સોમવારે ગુવાહાટીમાં શરૂ થઇ હતી. કાર્યક્રમ દરમિયાન ‘બ્લૂ ઇકોનોમી’ અને ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. G20ના સભ્ય દેશો, અતિથિ દેશો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ SAI20ની બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં ઓસ્ટ્રેલિયા, ચીન, કિર્ગિસ્તાન, બ્રાઝીલ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઓમાન, કોરિયા, રશિયા, સાઉદી અરબ, તુર્કિએ અને સંયુક્ત અરબ અમીરાતના સર્વોચ્ચ ઓડિટ ઇન્સ્ટિટ્યુશનના સભ્યો વ્યક્તિગત રીતે કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન સભ્યોએ વિવિધ અનુભવો શેર કર્યા હતા.

ભારતના નિયંત્રક અને કેગ ગિરિશ ચંદ્ર મુર્મૂએ આ બેઠકમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સીએજીએ કહ્યું કે SAI20ના વરિષ્ઠ અધિકારીઓની આ બેઠક સર્વસમાવેશક વિકાસ અને સૌના કલ્યાણ માટે G20 સભ્ય દેશોના વૈશ્વિક સહયોગ અને સામુહિક પ્રયાસોનું પ્રતીક છે.

આ દરમિયાન ગિરીશ ચંદ્ર મુર્મૂના હસ્તે આઝાદીનો અમૃત મહોત્સવ પર એક ફોટો પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. SAI20ની બેઠક 15 માર્ચના સમાપ્ત થશે. SAI20 એન્ગેજમેન્ટ ગ્રુપ સાર્વજનિક ક્ષેત્રના ઓડિટ ઇકોસિસ્ટમમાં નીતિગત સંવાદ અને સર્વોત્તમ કાર્યપ્રણાલીઓની ઓળખ કરે છે. 2022 માં ઇન્ડોનેશિયાના G20 પ્રમુખપદ દરમિયાન SAI20 એન્ગેજમેન્ટ જૂથની સ્થાપના કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Swamiji ni Vani part-08: જીવનમાં ક્ષણે ક્ષણે દુઃખ છે. પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા દુઃખ માટે, શોક માટે કોઈ કારણ છે ખરું કે નહીં ?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો