sanjay singh 1

Sanjay Singh Arrest: આપ નેતા સંજય સિંહની થઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો…

  • EDએ આજે સવારે 7 વાગ્યાથી સંજય સિંહના દિલ્હીના ઘરે દરોડા પાડ્યા હતા

Sanjay Singh Arrest: લાંબી પૂછપરછ બાદ EDએ સાંજે લગભગ 5.30 વાગ્યે સંજય સિંહની ધરપકડ કરી

નવી દિલ્હી, 04 ઓક્ટોબરઃ Sanjay Singh Arrest: કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે. EDએ આજે સવારે 7 વાગ્યાથી સંજય સિંહના દિલ્હીના ઘરે દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, લાંબી પૂછપરછ બાદ EDએ આજે સાંજે લગભગ 5.30 વાગ્યે સંજય સિંહની ધરપકડ કરી. ખબર હોય કે, સંજય સિંહનું નામ એક્સાઇઝ પોલિસી કેસની ચાર્જશીટમાં પણ છે. આ કેસમાં મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં છે.

શું છે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ…

જણાવી દઈએ કે, દિલ્હીમાં જૂની આબકારી નીતિ હેઠળ છૂટક વિક્રેતાઓને L1 અને L10 લાઈસન્સ આપવામાં આવ્યા હતા. 17 નવેમ્બર 2021ના રોજ દારૂ માટેની નવી આબકારી નીતિના અમલીકરણ સુધી, 849 દારૂની દુકાનો હતી. તેમાંથી 60 પ્રતિશત દુકાનો સરકારી અને 40 પ્રતિશત ખાનગી હતી.

નવી નીતિ હેઠળ દિલ્હીમાં સરકારી દારૂની દુકાનો બંધ કરવામાં આવી હતી. નવી નીતિને લાગુ કરવા માટે, દિલ્હીને 32 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. દરેક ઝોનમાં 27 દારૂની દુકાનો હતી. આ દુકાનોના માલિકી હક્ક ઝોનને આપવામાં આવેલા લાયસન્સ હેઠળ આપવામાં આવ્યા હતા. દરેક વોર્ડમાં 2 થી 3 ફેરિયાઓને દારૂનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવી હતી.

આ પણ વાંચો… Malaria vaccine: મલેરિયાની વધુ એક રસીને WHOએ મંજૂરીની મહોર મારી, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો