world first anti malaria vaccine

Malaria vaccine: મલેરિયાની વધુ એક રસીને WHOએ મંજૂરીની મહોર મારી, જાણો…

Malaria vaccine: ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રસી 75% થી વધુ અસરકારક

નવી દિલ્હી, 03 ઓક્ટોબરઃ Malaria vaccine: મલેરિયા સામે રક્ષણ આપતી વધુ એક રસીને ડબલ્યુ.એચ.ઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ નવી રસી વધુ અસરકારક અને સસ્તી છે. હવે મલેરિયા સામે લડવા માટે એક નહીં પરંતુ બે રસી છે. ભારત ઉપરાંત વિશ્વમાં મલેરિયાને કારણે થતા મૃત્યુનો આંક ઘણો ઊંચો છે. ત્યારે મચ્છરજન્ય રોગ સામે લડવા માટે વધુ એક રસી લોકો માટે આશીર્વાદરુપ સાબિત થશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન દ્વારા ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી મલેરિયાની રસીને મંજૂરી આપવામાં આવી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રસી 75% થી વધુ અસરકારક છે. વિશ્વના કેટલાક દેશોમાં 2024થી આ રસી ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે. આ રસી બાળકોને આપી શકાશે અને તે અત્યંત સુરક્ષિત, અસરકારક અને સસ્તી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 2021માં WHO દ્વારા મલેરિયાની પ્રથમ રસીને મંજૂરી આપવામાં આવી હતી. મલેરિયાને કારણે દર સાલ વિશ્વમાં એક અભ્યાસ મુજબ 4 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. ત્યારે આ રસી લોકો માટે આશીર્વાદરુપ પુરવાર થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો… 200 Workers Joined AAP: 14 હોદ્દેદારો તથા 200થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયાઃ ઈસુદાન ગઢવી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો