Pm Modi 600x337 1

Ujjwala Yojana Subsidy: દિવાળી પહેલા મોદી સરકારની ભેટ, ઉજ્જવલા લાભાર્થીઓને હવે મળશે આટલી સબસિડી…

Ujjwala Yojana Subsidy: કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડર પર 100 રુપિયાની વધારાની સબસિડી આપવાની જાહેરાત કરી

કામની ખબર, 04 ઓક્ટોબરઃ Ujjwala Yojana Subsidy: દિવાળી પહેલા મોદી સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ આપી છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડર પર 100 રુપિયાની વધારાની સબસિડી આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે, હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 200 રુપિયાની સબસિડી 100 રુપિયાથી વધારીને 300 રુપિયા કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, ઉજ્જવલા યોજનાએ મહિલાઓના જીવનમાં મોટું યોગદાન આપ્યું છે. તેથી હવે 200 રુપિયાના બદલે 300 રુપિયાની સબસિડી મળશે.

મે 2016માં શરૂ થઈ હતી યોજના…

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ ઉજ્જવલા યોજના મે 2016માં શરૂ કરી હતી. યોજનાના લાભાર્થીઓને પ્રથમ વખત ગેસ સિલિન્ડર અને ગેસ સ્ટવ મફત આપવામાં આવે છે. આ યોજના હેઠળ આગામી 3 વર્ષ સુધી મહિલાઓને 75 લાખ નવા એલપીજી કનેક્શન આપવામાં આવશે. 75 લાખ નવા કનેક્શન સાથે, યોજના હેઠળ લાભ લેનારી મહિલાઓની કુલ સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે.

આ પણ વાંચો… Sanjay Singh Arrest: આપ નેતા સંજય સિંહની થઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો