PM laid the foundation stone of the uni

Sant Tukaram Maharaj Palkhi Marg: પ્રધાનમંત્રી 8મી નવેમ્બરે પંઢરપુર સાથે કનેક્ટિવિટી વધારવા માટે અનેક સડક પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

Sant Tukaram Maharaj Palkhi Marg: પ્રધાનમંત્રી 8મી નવેમ્બરે સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગના મુખ્ય વિભાગોને ચાર માર્ગીય બનાવવા શિલાન્યાસ કરશે

આ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની બંને બાજુએ ‘પાલખી’ માટે સમર્પિત પદયાત્રી માર્ગ બનાવવામાં આવશે

નવી દિલ્હી, ૦૭ નવેમ્બર: Sant Tukaram Maharaj Palkhi Marg: પંઢરપુરમાં ભક્તોની અવરજવરને સરળ બનાવવાના પ્રયાસરૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી નવેમ્બર, 2021ના રોજ બપોરે 3:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગ (NH-965)ના પાંચ વિભાગો અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ (NH-965G)ના ત્રણ વિભાગોને ચાર માર્ગીય બનાવવાનો શિલાન્યાસ કરશે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની બંને બાજુએ ‘પાલખી’ માટે સમર્પિત વોકવે બનાવવામાં આવશે, જે શ્રદ્ધાળુઓને મુશ્કેલી મુક્ત અને સલામત માર્ગ પ્રદાન કરશે.

દિવેઘાટથી મોહોલ સુધીના સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગના લગભગ 221 કિમી અને પાટાસથી ટોંડલે-બોંડલે સુધીના સંત તુકારામ મહારાજ પાલખી માર્ગના લગભગ 130 કિમી સુધી, બંને બાજુ ‘પાલખી’ માટે સમર્પિત વૉકવે સાથે અનુક્રમે રૂ. 6690 કરોડ અને લગભગ રૂ. 4400 કરોડ કરતાં વધુ ખર્ચથી ચાર લેન તૈયાર થશે.

આ પણ વાંચો…Sanya Malhotra: ‘દંગલ’ ગર્લ સાન્યા મલ્હોત્રા, જુહુમાં ખરીદ્યું આટલું મોંઘું ઘર; જાણો વિગત

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી 223 કિલોમીટરથી વધુના પૂર્ણ અને અપગ્રેડેડ રોડ પ્રોજેક્ટ્સ કે જેની અંદાજિત કિંમત રૂ. 1180 કરોડ છે તે પણ રાષ્ટ્રને સમર્પિત કરશે, જે પંઢરપુર સાથે વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગો દ્વારા કનેક્ટિવિટી વધારે છે. આ પ્રોજેક્ટ્સમાં મ્હાસવડ – પીલીવ – પંઢરપુર (NH 548E), કુર્દુવાડી – પંઢરપુર (NH 965C), પંઢરપુર – સાંગોલા (NH 965C), NH 561Aનો ટેંભુર્ની-પંઢરપુર વિભાગ અને NH561ના પંઢરપુર – મંગલવેધા – ઉમાડી વિભાગનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

Whatsapp Join Banner Guj